ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેકચર્સ એસોસિએશન જે ગુજરાતભરના પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છેે, દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્યોગ સમક્ષ ઉભી થયેલી પડકારજનક પરિસ્થિતિ અંગ્ો માહિતી આપવામાં આવી હતી.વર્તમાન પશ્ર્ચિમ એશિયા યુધ્ધ તણાવન્ો કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં વ્યાપક ખલેલ પહોંચી છે, જેના પરિણામે પોલિમર કાચા માલની ઉપલબ્ધતા અનિયમિત બનતાં ઉત્પાદૃનની સતતતા જાણવવી મુશ્કેલ બની રહી છે જેમાં પોલિમર કાચા માલના ભાવોમાં અસામાન્ય અને અચાનક વધારો, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ્ો કારણે ઉત્પાદૃન પર પ્રતિકૂળ અસર, એમએસએમઈ એકમો માટે વર્કિંગ કેપિટલ પર ભારે દૃબાણ વગ્ોરેનો સમાવેશ થાય છે.
આ તમામ પરિબળોના સંયુકત પ્રભાવથી પ્લાસ્ટિક ઉદ્યોગ, ખાસ કરીન્ો એમએસએમઇ સ્ોગમેન્ટ આર્થિક સંકટનો સામનો કરી રહૃાો છે જેથી ઉદ્યોગની સ્થિરતા અને રોજગારી પર સીધી અસર કરશે.
આથી જીએસપીએમએ સરકાર સમક્ષ માગ કરી છે કે, પોલીમર ભાવોમાંં ચડાવ ઉતારન્ો નિયત્રિત કરવા પગલાં લેવા, એમએસએમઇ એકમોન્ો વગર વ્યાજે લોન આપવી, વગ્ોરેની માંગ કરી છે.