યુધ્ધની સ્થિતિ વચ્ચે દૃેશ માટે આર્થિક મોરચે સારા સમાચાર
ગત માર્ચ ૨૦૨૫ની તુલનામાં ૮.૮% વધુ કલેકશન:રૂા.૦.૨૨ લાખ કરોડના રિફંડ
દૃુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. માર્ચ ૨૦૨૬માં દૃેશનું ય્જી્ કલેક્શન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. સરકારી આંકડા મુજબ, નેટ ય્જી્ કલેક્શન વધીને ૨ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે ગત ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ ૮.૨ ટકા વધુ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દૃેશમાં વેપાર અને વપરાશ બંનેમાં મજબૂતી જળવાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ કલેક્શનમાં આ વધારો આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત આપે છે.
તેમજ જો ગ્રોસ ય્જી્ કલેક્શનની વાત કરીએ તો માર્ચમાં તે ૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ૮.૮% વધુ છે.
સતત વધી રહેલી ય્જી્ વસૂલાત સરકારની આવકને મજબૂત કરી રહી છે અને આગામી સમયમાં વિકાસ યોજનાઓને વેગ આપવામાં મદૃદૃ મળશે. એકંદૃરે, આ આંકડા ભારતીય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહૃાા છે.
રિફંડની વાત કરીએ તો માર્ચ મહિનામાં કુલ ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે, જે વાર્ષિક ધોરણે ૧૩.૮% વધુ છે. રિફંડ વધવા છતાં સરકારની નેટ કમાણી મજબૂત રહી છે, જે ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહી. આ એવો પણ સંકેત આપે છે કે નિકાસ અને વેપાર સાથે જોડાયેલા સેક્ટર્સ હાલ પાટે છે. રેવેન્યૂના અલગ-અલગ હિસ્સાઓ પર નજર કરીએ તો સ્થાનિક વ્યવહારોમાંથી મળતી ગ્રોસ રેવેન્યૂ ૧.૪૬ લાખ કરોડ રૂપિયા રહી, જેમાં ૫.૯% નો વધારો થયો છે. બીજી તરફ, આયાતમાંથી મળતી રેવેન્યૂ ૦.૫૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાં ૧૭.૮% નો મોટો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ છે કે દૃેશમાં આયાત ગતિવિધિઓ પણ ઘણી મજબૂત રહી છે.
સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની વાત કરીએ તો ગ્રોસ ય્જી્ કલેક્શન ૮.૩% વધીને ૨૨.૨૭ લાખ કરોડ રૂપિયા થી વધુ થઈ ગયું છે. તેમજ નેટ ય્જી્ રેવેન્યૂ ૭.૧% ના વધારા સાથે ૧૯.૩૪ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજ્યોના પ્રદૃર્શન પર નજર કરીએ તો ઘણા રાજ્યોમાં ય્જી્ કલેક્શનમાં સારી વૃદ્ધિ જોવા મળી છે.
જેમાં હિમાચલ પ્રદૃેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદૃેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદૃેશનો સમાવેશ થાય છે. બીજી તરફ કેટલાક રાજ્યોમાં ઘટાડો પણ નોંધાયો છે, જેમ કે જમ્મુ-કાશ્મીર, ચંદૃીગઢ, દિૃલ્હી, અરુણાચલ પ્રદૃેશ, મેઘાલય, આસામ, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદૃેશ. એકંદૃરે, આ આંકડા દૃર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર અને મજબૂત દિૃશામાં આગળ વધી રહી છે.