Jai Hind

ખેતી બેંકનો વર્ષ 2025-26નો આશરે રૂ.111 કરોડનો વિક્રમજનક નફો

બેંક્ના ચેરમેને હિસાબો જાહેર કર્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી માનનીય અમિતભાઈ શાહના “સહકારથી સમૃદ્ધિ” ના મંત્રને સાર્થક કરતી ગુજરાતના ખેડુતોની પોતાની બેંક ખેતી બેંકની વડી કચેરીએ બેંકની પ્રણાલિ મુજબ નાણાકિય વર્ષ 2025-26 ના અંતિમ દિવસે 31 મી માર્ચે યોજાયેલ મીટીંગમાં નાણાંકીય વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવેલ.
નાણાકીય વર્ષ : 2025-26 માં બેંકે આશરે રૂ.111.00 કરોડનો ગ્રોસ નફો જાહેર કરેલ છે અને આશરે રૂ. 80.05 કરોડનો અનઓડીટેડ પ્રોવિઝનલ નેટ નફો જાહેર કરવામાં આવેલ છે.
બેંકનું સ્વભંડોળ રૂ. 733.67 કરોડ, ધિરાણ રૂ. 1127.84 કરોડ, થાપણો રૂ. 384.43 કરોડ એકત્રિત થયેલ છે. છેલ્લા ચાર વર્ષથી 0 % નેટ એન.પી.એ. ધરાવતી દેશની સૌપ્રથમ બેંક બનેલ છે.
બેંક્ના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ બેંકે કરેલ વિક્રમજનક નફા માટે બેંકના કાર્યવાહક મંડળના સદસ્યઓ, પ્રતિનિધિ સભ્યોએ તેમજ બેંક સાથે જોડાયેલા તમામ ખેડૂત ભાઈઓએ આપેલ સાથ અને સહકાર બદલ આભાર વ્યક્ત કરેલ.