Jai Hind

યુરોમની પ્રાઇવેટ બેન્કિંગ એવોર્ડ્સ 2026માં એચડીએફસી બેંકને ‘ભારતની સૌથી સુરક્ષિત ખાનગી બેંક’ અને ‘પ્રીમિયર બેન્કિંગ માટે ભારતની સર્વશ્રેષ્ઠ બેંક’ જાહેર કરવામાં આવી

ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક, એચડીએફસી બેંકને યુરોમની પ્રાઇવેટ બેન્કિંગ એવોર્ડ્સ 2026માં ‘ભારતની સૌથી સુરક્ષિત ખાનગી બેંક’ અને ‘પ્રીમિયર બેન્કિંગ માટે ભારતની સર્વશ્રેષ્ઠ બેંક’ જાહેર કરવામાં આવી છે. આ એવોર્ડ્સનું આયોજન યુરોમની મેગેઝિન દ્વારા કરવામાં આવ્યું હતું.
યુરોમનીએ પોતાની વેબસાઇટ પરલખ્યું છે: સૌથી સુરક્ષિત ખાનગી બેંક: એચડીએફસી બેંક
ભારતની સૌથી સુરક્ષિત ખાનગી બેંક તરીકેની એચડીએફસી બેંકની માન્યતા તેની ક્ષમતાના ત્રણ મુખ્ય સ્તંભો પર આધારિત છે: તેની મૂડી સ્થિતિસ્થાપકતા, ધિરાણના જોખમ પ્રત્યેનો શિસ્તબદ્ધ અભિગમ અને જોખમ સહન કરી શકે તેવાસુદૃઢ પાયા માટે સંસ્થાગતકટિબદ્ધતા.
પ્રીમિયર બેન્કિંગ માટે સર્વશ્રેષ્ઠ: એચડીએફસી બેંક
એચડીએફસી બેંકે આ વર્ષે પ્રીમિયર બેન્કિંગ માટે ભારતમાં સર્વશ્રેષ્ઠ બેંક તરીકેનું બહુમાન હાંસલ કર્યું છે, જેમાંતેને તેનાકાર્યદેખાવ, ઉત્પાદનોની ગહનતા, ડિજિટલ ક્ષમતા અને માનવ સંસાધનના વિકાસમાં તેણે સાધેલી નિરંતરપણે પ્રગતિનુંસમર્થન પ્રાપ્ત થયું છે.