મધ્ય પૂર્વ સંકટ વચ્ચે મહત્વની બેઠક યોજી : સપ્લાય ચેઇનથી માંડીને વિવિધ ક્ષેત્રની સમીક્ષા
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠકની કરી હતી. યુદ્ધ વચ્ચેની આ બીજી વિશેષ બેઠક હતી. બેઠકમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને આગળની રણનીતિ પર વિગતવાર ચર્ચા થઈ હતી. આ દરમિયાન મોદીએ કહ્યું કે ‘સુનિશ્ર્ચિત કરવામાં આવે કે યુદ્ધની અસર જનતા પર ન પડે.’ વડાપ્રધાને સામાન્ય જનતા માટે જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરી અને કહ્યું કે ખરીફ અને રવિ સીઝનમાં ખાતરનો પુરવઠો સુનિશ્ર્ચિત કરવો જરૂરી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે લોકો સુધી સાચી અને વિશ્વાસપાત્ર માહિતી પહોંચે, જેથી અફવાઓને રોકી શકાય. વર્તમાન વૈશ્ર્વિક પરિસ્થિતિ વચ્ચે સામાન્ય નાગરિકો અને પ્રભાવિત વિસ્તારોની સમસ્યાઓ ઘટાડવા માટે દરેક શક્ય પગલાં લેવામાં આવે. કેબિનેટ સચિવે બેઠકમાં જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાસ કરીને LPG અને LPG નો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. કઙૠ માટે અલગ-અલગ દેશોમાંથી આયાત વધારવામાં આવી રહી છે અને કગૠ પણ વિવિધ સ્ત્રોતોમાંથી મંગાવવામાં આવી રહ્યું છે. ઘરેલું ગ્રાહકો માટે LPG ની કિંમતોમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સાથે જ, કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે કડક કાર્યવાહી ચાલુ છે. પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્શનનું વિસ્તરણ કરવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. ઉનાળાના પીક મહિનાઓ દરમિયાન વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા છે. ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સને ગેસ પૂલિંગ મિકેનિઝમમાંથી મુક્તિ આપીને રાહત આપવામાં આવી છે અને થર્મલ પાવર સ્ટેશનો સુધી વધુ કોલસો પહોંચાડવા માટે રેકની સંખ્યા વધારવામાં આવી છે, જેથી ઉનાળામાં વીજળીની અછત ન સર્જાય. આ ઉપરાંત બેઠકમાં કૃષિ, ખાતર, ઉડ્ડયન, શિપિંગ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં સંભવિત પડકારો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સરકારે જણાવ્યું કે ખાતરનો પુરવઠો જાળવી રાખવા માટે યુરિયાનું ઉત્પાદન ચાલુ છે અને ઉઅઙ/ગઙઊંના સપ્લાય માટે વિદેશો સાથે તાલમેલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે દેખરેખ અને કાર્યવાહી તેજ કરવા કહેવામાં આવ્યું છે.