બાંગ્લાદૃેશની સરહદૃ નજીક આવેલો માલદૃા જિલ્લો અતિ સંવેદૃનશીલ માનવામાં આવે છે આ જિલ્લામાં વિર્ધમીઓની વસ્તીનું પ્રમાણ બાવન ટકા છે આથી ભાજપ્ો ઘુસણખોરી થાય છે ત્ોઓ મુદ્દો ઉઠાવ્યો છે
ચૂંટણી રાજ્ય પશ્ર્ચિમ બંગાળમાં નવો વિવાદૃ સામે આવ્યો છે રાજ્યના માલદૃા વિસ્તારમાં એસઆઇઆર પ્રક્રિયામાં સામેલ સાત જજોન્ો સ્થાનિકો દ્વારા બંધક બનાવવામાંં આવ્યા હતા.
જેના પગલે સુપ્રિમ કોર્ટે બંગાળની મમતા સરકારનો ઉધડો લીધો હતો અને કહૃાું હતું કે, દૃેશમાં આટલું વિભાજિત રાજ્ય અમે જોયું નથી. હાઇ વોસ્ટેજ ડ્રામા બાદૃ આખરે નવ કલાક સુધી બંધક બનાવવામાં આવેલા સાત જજોન્ો પોલીસ્ો સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
અલબત્ત સ્થાનિકોએ આ દૃરમ્યાન પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. પશ્ર્ચિમ બંગાળમાં મતદૃારોનું વેરિફિકેશન ચાલી રહૃાું છે જેમાં ૬૩ લાખ મતદૃારોના નામ મતદૃાર યાદૃીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.
જ્યારે અન્ય ૬૦ લાખ મતદૃારોન્ો તપાસ હેઠળ રાખવામાં આવ્યા છે. આ ૬૦ લાખ મતદૃારોન્ો પુરાવા રજૂ કરવા તક આપવામાં આવી હતી જે માટેની પ્રક્રિયામાં સુપ્રિમ કોર્ટના આદૃેશ મુજબ જજોન્ો સામેલ કરવામાં આવ્યા હતા.
આવી જ એક પ્રક્રિયા પશ્ર્ચિમ બંગાળના માલદૃામાં ચાલી રહી હતી. જેમાં સામેલ થવા સાત જજો પહોંચ્યા હતા સૌથી પહેલા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસ બીડીઓ બહાર હજારો લોરો એકઠા થયા હતા ત્ોઓએ મતદૃાર યાદૃીમાંથી નામ હટાવવા મુદ્દે વિરોધ પ્રદૃર્શન કર્યા હતા.
પ્રદૃર્શનકારીઓએ ન્યાયિક અધિકારીઓની સાથે મુલાકાત કરવાની માગણી કરી હતી જો કે, ત્ોમની માંગનો અસ્વીકાર થયો હતો. પરિણામે રોષે ભરાયેલા લોકો દ્વારા સાંજે ચાર વાગ્યા આસપાસ બીડીઓ ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
આ દૃરમિયાન ત્રણ મહિલા સાત ન્યાયિક અધિકારીઓન્ો બંધક બનાવવામાં આવ્યા હતા અન્ો ત્ોમન્ો બહાર જવા દૃેવામાં આવ્યા ન હતા પોલીસ ઘટનાં સ્થળે પહોંચી હતી. અને ભારે મહેનત બાદૃ રાત્રે એક વાગ્ો તમામ જજોન્ો છોડાવી લેવાયા હતા.
સુપ્રિમ કોર્ટના આદૃેશ મુજબ મતદૃારોના વેરિફિકેસન પ્રક્રિયામાં વર્તમાન અને પ્ાૂર્વ જજોની પસંદૃગી કરવામાં આવી છે જેઓન્ો જે મતદૃારોનું નામ યાદૃીમાં નથી પરંતુ પ્ાૂરાવા રજૂ કરવાની તક આપવામાં આવી છે.
ત્ોમની ખરાઇ કરવા અન્ો ત્ોઓ મતદૃાર યાદૃીમાં રહેવા લાયક છે કે નહીં ત્ોનો નિર્ણય લેવા કરતું હતું. પરિણામે ન્યાયિક અધિકારીઓ પર હુમલા થતા અન્ો ત્ોમન્ો બંધક બનાવવામાં આવતા સુપ્રિમ કોર્ટે બંગાળ સરકારનો ઉધડો લીધો હતો.
પશ્ર્ચિમ બંગાળમાં ચાલુ મહિનામાં બ્ો તબક્કામાં રાજ્ય વિધાનસભા માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી આવે ત્યારે દૃરેક રાજકીય પક્ષો દ્વારા પરસ્પર નિવેદૃનબાજી કરવામાં આવતી હોય છે પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ બનનારી સિસ્ટમ પર જો હુમલો થાય તો આ હુમલો ન્યાયતંત્રની ગરિમાન્ો ઠેસ પહોંચાડનારી બની છે.
માલદૃાની ઘટના આ વાતની સ્પષ્ટતા કરે છે કે, વહીવટી તંત્ર પર ટોળાશાહી ચાલી શકે નહીં અને માલદૃાની ઘટનામાં ટોળાન્ો અટકાવવાનો પ્રયાસ સ્થાનિક તંત્ર, પોલીસ વગ્ોરે દ્વારા કરવામાં આવ્યો નથી. આથી સુપ્રિમ કોર્ટે આ ઘટના પ્રત્યે આકરી ટીકા કરીન્ો જણાવ્યું છે કે, આ બાબત લોકશાહી માટે અયોગ્ય છે. આ પ્રશ્ર્ન માત્ર પશ્ર્ચિમ બંગાળ પ્ાૂરતો નથી જો દૃેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની ઘટના બન્ો તો ત્ોનો વિરોધ કરવો જરૂરી છે. એસઆઇઆર મામલે પશ્ર્ચિમ બંગાળમાં ચાલતું રાજકારણ જગજાહેર છે. મુખ્યમંંત્રી મમતા બ્ોનરજી ચૂંટણી પંચ અન્ો કેન્દ્ર સરકાર પર વારંવાર હુમલા કરે છે.
પરંતુ કમનસીબી આ વાતની છે કે, આવી શરમજનક ઘટના બન્યા પછી બંગાળમાં રાજનીતી કરવામાં આવી રહી છે. પોતાની માંગ રજૂ કરવી અને વિરોધ પ્રદૃર્શન કરવું એ વાત લોકશાહીમાં દૃરેક નાગરિકનો અધિકાર છે દૃેશમાં અગાઉ મોટા મોટા આંદૃોલનો થયા છે જેનો શાંતિપ્ાૂર્ણ નિકાલ કરવામાં આવ્યો હતો.
એસઆઇઆરની યાદૃીમાંથી જો મતદૃારના નામનો સમાવેશ થયો ન હોય તો આ વાતની સુનાવણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટના આદૃેશથી ૭ જજોની નિમણૂંક કરી હતી આ જજો મતદૃાર યાદૃીમાંથી જેમના નામ કમી કરવામાં આવ્યા હતા ત્ો અંગ્ો જે અપીલો થઇ છે ત્ોની સુનાવણી કરવાના હતા.
છતાં બંગાળમાં આ વ્યવસ્થા પર પ્રહાર કરવામાં આવ્યો હતો આથી આ વાત લોકશાહીના હિતમાં નથી ત્ોમ જણાવી શકાય. માત્ર બંગાળમાં નહીં. તંત્રની જો નિષ્ફળતા હોય તો આ પ્રશ્ર્ન જે જવાબદૃારો હોય છે ત્ોમના માટે જવાબ આપવો ત્ોવી જોગવાઇ છે. મતદૃાન દૃરમ્યાન જો બોગસ મતદૃાન થાય તો નિષ્પક્ષ મતદૃાન પર પણ નાગરિકો પ્રશ્ર્ન ઉઠાવી શકે છે.