Jai Hind

સાથનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં તામિલનાડુમાં પીઆઇ સહિત ૯ પોલીસ કર્મીઓને ફાંસીની સજા

વર્ષ ૨૦૨૦ માં સમગ્ર દૃેશને હચમચાવી દૃેનારા તમિલનાડુના સાથનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મદૃુરાઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદૃો આપ્યો છે. જસ્ટિસ જી. મુથુકુમારને પિતા પી. જયરાજ અને પુત્ર જે. બેનિક્સની હત્યાના ગુનામાં તત્કાલીન ઈન્સ્પેક્ટર એસ. શ્રીધર સહિત તમામ ૯ પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી છે.
૧૯ જૂન, ૨૦૨૦: લોકડાઉન દૃરમિયાન નિર્ધારિત સમય કરતા વધુ સમય દૃુકાન ખુલ્લી રાખવાના આરોપમાં જયરાજ અને બેનિક્સની અટકાયત કરાઈ
પોલીસ સ્ટેશનમાં અત્યાચાર: રાત્રિ દૃરમિયાન પોલીસ સ્ટેશનમાં બંનેને બેરહેમીથી માર મારવામાં આવ્યો
ક્રૂરતાની પરાકાષ્ઠા: પિતા અને પુત્રને બદૃલાની ભાવનાથી નગ્ન કરી બેરહેમીથી પીટવામાં આવ્યા હતા.
મોત: ૨૨ જૂને પુત્ર બેનિક્સ અને ૨૩ જૂને પિતા જયરાજનું હોસ્પિટલમાં સારવાર દૃરમિયાન મોત નીપજ્યું
આ કેસમાં હાઈકોર્ટે સુઓમોટો અરજી કરી હતી અને તપાસ ઝ્રમ્ૈંને સોંપી હતી. તપાસ દૃરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે સ્થાનિક પોલીસ કર્મચારીઓ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તપાસમાં સહકાર આપી રહૃાા નહોતા, જેના કારણે હાઈકોર્ટે રેવન્યુ ઓફિસરને પોલીસ સ્ટેશનનો કબજો લેવા આદૃેશ આપ્યો હતો. આ આદૃેશ ભારતીય પોલીસ ઈતિહાસમાં અત્યંત દૃુર્લભ હતો.
અદૃાલતે નોંધ્યું કે જો હાઈકોર્ટની બેન્ચ દ્વારા સતત દૃેખરેખ ન રાખવામાં આવી હોત, તો કદૃાચ સત્ય ક્યારેય બહાર ન આવ્યું હોત. પોલીસ વિભાગમાં કડક સંદૃેશ પહોંચાડવા માટે આજીવન કેદૃની સજા પૂરતી નથી, તેથી ફાંસી અનિવાર્ય છે.
દૃોષિત પોલીસકર્મીઓનું લિસ્ટ :- ઈન્સ્પેક્ટર એસ. શ્રીધર, સબ-ઈન્સ્પેક્ટર કે. બાલકૃષ્ણન અને પી. રઘુ ગણેશ, હેડ કોન્સ્ટેબલ એસ. મુરુગન અને એ. સમદૃુરાઈ, તેમજ કોન્સ્ટેબલ એમ. મુથુરાજા, એસ. ચેલાદૃુરાઈ, એક્સ થોમસ ફ્રાન્સિસ અને એસ. વેલમુથુ. (૧૦મો દૃોષિત પાલદૃુરાઈ ૨૦૨૦ માં કોવિડથી મૃત્યુ પામ્યો હતો)