સ્પીકરની ગાડી પર શાહી ફેંકી શખ્સ ફરાર
દિૃલ્હી વિધાનસભામાં સુરક્ષાની ગંભીર બેદૃરકારી સામે આવી છે. આજ (૬ એપ્રિલ) રોજ એક અજ્ઞાત કાર વિધાનસભાનો ગેટ તોડીને અંદૃર ઘૂસી ગઈ હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં હડકંપ મચી ગયો છે. ઉત્તરપ્રદૃેશ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદૃ રંગની ટાટા સિયેરા કાર બપોરે ૨:૦૫ વાગ્યે મોલ રોડ પર આવેલા અને સામાન્ય રીતે બંધ રહેતા ગેટ નંબર ૨ને તોડીને વીઆઈપી એન્ટ્રીથી અંદૃર પ્રવેશી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી છે. કાર સવાર શખ્સોએ વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ગાડી પર શાહી ફેંકી હતી.
એટલું જ નહીં, કાર ચાલકે વિધાનસભા અધ્યક્ષની ઓફિસ પાસે બરામદૃામાં ફૂલોનો એક ગુલદૃસ્તો પણ મૂક્યો હોવાની માહિતી મળી રહી છે. આ હરકત કર્યા બાદૃ આરોપીઓ તે જ કારમાં પૂરપાટ ઝડપે ગેટની બહાર નીકળીને ફરાર થઈ ગયા હતા. જે ગેટથી આ કાર અંદૃર ઘૂસી ત્યાં ઝ્રઇઁહ્લના જવાનો તૈનાત હતા, તેમ છતાં કાર અંદૃર ઘૂસવામાં સફળ રહી હતી.
દિૃલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ ટ્ઠવિધાનસભા પરિસરમાં તપાસ કરી રહૃાા છે. ડીસીપીના જણાવ્યા અનુસાર, કારની ટક્કરથી લોખંડનો ગેટ પણ ક્ષતિગ્રસ્ત થયો છે.