Jai Hind

ખાદ્યતેલથી પેટ્રોલિયમ કાચા માલનો ભાવવધારો બજેટ બગાડશે ક્રુડનો આંચકો:મોંઘવારીનો મોટો ડોઝ સહન કરવો પડશે

સાબુ-શેમ્પુ-ઔદ્યોગીક તથા ઘરેલુ કલર- એડહેસીવ- પેકીંગના ખાદ્યપદાર્થોમાં કંપનીઓએ ફરી વજન-ભાવની રમત શરૂ કરી

ખાદ્યતેલમાં લીટરે રૂા.4/5 વધી ગયા
નવી દિલ્હી: ઈરાન યુદ્ધના કારણે ક્રુડતેલમાં સર્જાયેલી અનિશ્ર્ચિતતા તથા આયાત-નિકાસને પણ મોટો ફટકો પડતા દેશમાં મોંઘવારીના ફરી પગરણ શરૂ થઈ ગયા છે અને ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડકટ પર આધારિત કાચા માલથી પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલના ભાવ વધતા મલ્ટીનેશનલ સહિતની ગ્રાહક ઉત્પાદન કરતી કંપનીઓએ ભાવવધારો શરૂ કરી દીધો છે અને હવે તે તબકકાવાર મળશે તેવા સંકેત છે.
માર્ચ માસના મધ્યથી જ કંપનીઓ સાવધ થઈ ગઈ હતી. ખાસ કરીને ખાદ્યતેલ કંપનીઓએ પેકીંગ વિના ભાવ વધતા પ્રતિ લીટર રૂા.4-5નો ભાવવધારો કર્યો છે. નુવામા ઈકવીટીએ જણાવ્યું કે ખાદ્યતેલ અને સાઈડ તેલના ભાવ ખાદ્ય પેકીંગના ભાવ વધવા લાગ્યા છે અથવા વજન ઘટવા લાગ્યા છે.
બ્રિટાનીયા અને નેસ્લેએ પામ ઓઈલના ભાવવધારાને ગણતરીએ લેવાનું શરૂ કરી દીધુ છે. જેથી સાબુ-શેમ્પુની ખાદ્ય પેકીંગના ભાવ વધશે. હિન્દુસ્તાન લીવર- ગોદરેજ જેના ઉત્પાદનોમાં પામ ઓઈલ એ મહત્વના કાચો માલ છે. તેઓએ ઉત્પાદનની સાથે પેકીંગ મટીરિયલના ભાવવધારો એકી સાથે લાગુ કરવા તૈયારી કરી છે. આ ઉપરાંત પેટ્રોલિયમ પર આધારિત ઔદ્યોગીક ઉત્પાદનના ભાવ પણ વધ્યા છે જેની સીધી અસર ઘર તથા ઔદ્યોગીક પેઈન્ટ- કપડાના ડાય-કેમ અને તમામ પ્રકારના એડહેસીવના ભાવ વધવાનું શરૂ થયુ છે. જેના કારણે બાંધકામ-ફર્નિચર વિ. ઉદ્યોગને પણ ભાવવધારો સહન કરવો પડશે. આ ઉપરાંત ફાર્મા કંપનીઓને પણ કાચામાલ-પેકીંગના ભાવમાં વધારો સીધો ગ્રાહકો પર પાસ ઓન કરવો જરૂરી બનશે.
પેકેજીંગ એ ઉત્પાદનના કુલ ભાવમાં 15%નો હિસ્સો ધરાવે છે તો એલપીજી આધારિત ઔદ્યોગીક ગેસના ભાવવધારાનો સામનો કરવો પડી રહ્યો છે. અનિયમિત સપ્લાય અને ભાવવધારો બન્ને તેમના ઉત્પાદન ખર્ચને વધારી રહી છે જેની અસર વ્યાપકપણે ભાવવધારા પર થશે.