Jai Hind

વૈશ્ર્વિક ઊર્જા કટોકટી વચ્ચે MoPNG દ્વારા LPG પુરવઠો જાળવી રખાયો; 18 કરોડથી વધુ સિલિન્ડરનું વિતરણ

વૈશ્ર્વિક ઊર્જા કટોકટી કે જેનાથી ઇંધણની ઉપલબ્ધતા ખોરવાઈ ગઈ છે અને વિવિધ પ્રદેશોમાં અછત ઊભી થઈ છે, તેની વચ્ચે ભારતે તેના પરિવારો માટે LPG ની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે, અને પડકારજનક બાહ્ય પરિસ્થિતિઓ હેઠળ પણ મોટા પાયે સ્થિરતા જાળવી રાખી છે.
LPG માટે ભારતની આશરે 60% આયાત નિર્ભરતા અને હોર્મુઝની સામુદ્રધુની મારફતે કેન્દ્રિત વૈશ્ર્વિક પુરવઠાને ધ્યાનમાં રાખીને, સરકારે પુરવઠો સુરક્ષિત કરવા અને સ્થાનિક ઉપલબ્ધતા વધારવા માટે ઝડપી પગલાં લીધા છે. સ્થાનિક ઉત્પાદન વધારવા અને બહુવિધ ભૌગોલિક વિસ્તારોમાંથી સોર્સિંગમાં વિવિધતા લાવવાના પગલાં સહિતના લક્ષિત હસ્તક્ષેપોએ સુનિશ્ર્ચિત કર્યું છે કે સપ્લાય લાઇન સ્થિર રહે. પરિણામે, દેશભરમાં મોટા પાયે કઙૠ વિતરણ ચાલુ છે, 1 માર્ચ 2026 થી અત્યાર સુધીમાં 18 કરોડથી વધુ સિલિન્ડર વિતરિત કરવામાં આવ્યા છે અને દરરોજ 60 લાખથી વધુ સિલિન્ડર સપ્લાય કરવામાં આવી રહ્યા છે. સરેરાશ ડિલિવરીનો સમય અંદાજે ત્રણ દિવસનો જ રહ્યો છે.
સરકાર એ પણ સ્વીકારે છે કે કેટલાક સ્થળોએ ગ્રાહકોને સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબનો સામનો કરવો પડ્યો છે. આ કિસ્સાઓ મોટે ભાગે સ્થાનિક અને ક્ષણિક રહ્યા છે, જે માંગમાં આવેલા અચાનક ઉછાળા અને લાસ્ટ-માઇલ ઓપરેશનલ અવરોધોને કારણે ઉદ્ભવ્યા છે. વિતરણ વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા, ડિલિવરીનો સમય સુધારવા અને આવી સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે ફિલ્ડ-લેવલ મોનિટરિંગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે.
નોંધનીય બાબત એ છે કે, પુરવઠામાં કોઈ વ્યાપક વિક્ષેપ પડ્યો નથી અને તમામ ડિસ્ટ્રીબ્યુટરશીપ પર કઙૠની ઉપલબ્ધતા સ્થિર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઘખઈત) સાથે સતત દેખરેખ અને સંકલન એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે કામગીરી સરળ અને ઝડપી રહે.