Jai Hind

કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય ઈન્ડસ્ટ્રીમાં પણ LPG સપ્લાયની છૂટ અપાઈ છે

ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સમગ્ર દૃેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસને લઈને સમસ્યાઓ ચાલી રહી છે. ત્યારે ૧૪ દિૃવસ માટે યુદ્ધ રોકાયું છે, તેવા સમયે ગુજરાતમાં લાખો લોકો માટે ન્ઁય્ને લઈ મળ્યા રાહતના સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકારે હાલ એક મોટો નિર્ણય લીધો છે.
ઈન્ડસ્ટ્રીમાં પણ ન્ઁય્ સપ્લાયની છૂટ અપાઈ છે. આ સિવાય ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રિકલ્ચર સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સપ્લાય આપવા સૂચના અપાઈ છે. કેન્દ્ર સરકારે દિૃવસની ૦.૨ ટીએમટી એલપીજી ગેસ આપવા છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવે તમામ રાજ્યોને પત્ર લખી જાણ કરી દૃીધી છે. આ સાથે જ ગુજરાતમાં સિરામિક, ડેરી સહિત અનેક ઉદ્યોગોને લાભ થશે.
ગુજરાત સહિત દૃેશભરના ઉદ્યોગો માટે કેન્દ્ર સરકાર તરફથી દિૃવાળી જેવો માહોલ સર્જાયો છે. લાંબા સમયની રાહ જોયા બાદૃ, કેન્દ્ર સરકારે એલપીજી (ન્ઁય્) સપ્લાયને લઈ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. હવેથી વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ એલપીજી ગેસના સપ્લાય માટે સરકારે લીલી ઝંડી આપી દૃીધી છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવે આ બાબતે તમામ રાજ્યોને સત્તાવાર પત્ર લખીને જાણ કરી છે. સરકારની નવી સૂચના મુજબ ફાર્માસ્યુટિકલ (દૃવા ઉદ્યોગ), ફૂડ પ્રોસેિંસગ, હેવી મેટલ (ભારે ધાતુ ઉદ્યોગ) અને એગ્રિકલ્ચર (ખેતી આધારિત ઉદ્યોગો) જેવા સેક્ટર્સમાં જરૂરી સપ્લાય પૂરો પાડવામાં આવશે. સરકારે આ નિર્ણય અંતર્ગત હવે દૃરરોજની ૦.૨ ટીએમટી (્સ્) એલપીજી ગેસ આપવાની છૂટ આપી છે.