પુડ્ડુચેરીમાં ૮૬.૯૨% અન્ો કેરળમાં ૭૫.૦૧ ટકા જેટલું ભારે મતદૃાન
આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદૃેશ પુડુચેરીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદૃાન થઈ રહૃાું છે. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મતદૃારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે. સાંજે ૫ વાગ્યા સુધીના આંકડા મુજબ આસામમાં સૌથી વધુ ૮૪.૪૨%, પુડુચેરીમાં ૮૬.૯૨% અને કેરળમાં ૭૫.૦૧% મતદૃાન નોંધાયું છે. કેરળની ૧૪૦, આસામની ૧૨૬ અને પુડુચેરીની ૩૦ બેઠકો પર જનતા ઉમેદૃવારોનું ભવિષ્ય નક્કી કરી રહી છે. આસામની ૧૨૬ બેઠકો પર ૭૨૨ ઉમેદૃવારો મેદૃાનમાં છે. શાંતિપૂર્ણ મતદૃાન માટે ૩૧,૯૪૦ મતદૃાન કેન્દ્રો પર ૧.૫ લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદૃનશીલ કેન્દ્રો પર માઇક્રો-ઓબ્ઝર્વર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિક જીત મેળવવા માંગે છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને સત્તા હાંસલ કરવા ઈચ્છે છે.
કેરળની તમામ ૧૪૦ બેઠકો પર ૮૮૩ ઉમેદૃવારો વચ્ચે મુકાબલો છે. અહીં ૨.૭૧ કરોડ મતદૃારો મતાધિકારનો ઉપયોગ કરશે. પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું ન્ડ્ઢહ્લ ત્રીજી વાર સત્તામાં આવવા ઈચ્છુક છે, જ્યારે કોંગ્રેસ નેતૃત્વ હેઠળનું ેંડ્ઢહ્લ પોતાની ખોવાયેલી સત્તા મેળવવા મહેનત કરી રહૃાું છે. ભાજપ પણ અહીં પોતાની તાકાત વધારીને ખાતું ખોલવાની આશા રાખી રહૃાું છે.
પુડુચેરીમાં ૩૦ બેઠકો પર ૨૯૪ ઉમેદૃવારો મેદૃાનમાં છે. મતદૃાન દૃરમિયાન મન્નાદૃીપેટના તિરુકાનૂર ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જોકે આ ઘટનાથી મતદૃાન પ્રક્રિયા પર કોઈ અસર પડી નથી.
વિધાનસભા ચૂંટણીની સાથે જ આજે કર્ણાટકની ૨, નાગાલેન્ડની ૧ અને ત્રિપુરાની ૧ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ગોવામાં પણ એક બેઠક પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ હાઈકોર્ટે તેના પર રોક લગાવી દૃેતા મુખ્યમંત્રી પ્રમોદૃ સાવંતે આશ્ર્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે.
ચૂંટણીમાં નોંધાયેલી અન્ય ઘટનાઓ
કોંગ્રેસની પોતાના જ ઉમેદૃવાર સામે ફરિયાદૃ : આસામ કોંગ્રેસે ઉદૃલગુડી બેઠકના ઉમેદૃવાર સુરેન ડેમરી સામે ફરિયાદૃ નોંધાવી છે. ડેમરીએ પક્ષ વિરુદ્ધ નિવેદૃન આપી રાજીનામું આપતા કોંગ્રેસે તેમની સામે હ્લૈંઇની માંગ કરી છે.
મતદૃાન અધિકારીનું નિધન : આસામના સોનિતપુર જિલ્લામાં એક મતદૃાન અધિકારી દૃેબેન હોરો (૪૫) મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની જગ્યાએ રિઝર્વ સ્ટાફ મૂકીને મતદૃાન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી.
ગોપનીયતાના ભંગ બદૃલ હ્લૈંઇ : આસામના કાર્બી આંગલોંગમાં મતદૃાન કેન્દ્રની અંદૃરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચૂંટણી પંચે ગંભીર નોંધ લીધી છે અને જવાબદૃારો સામે હ્લૈંઇ દૃાખલ કરી તપાસ શરૂ કરી છે.