મમતા બેનર્જી દૃેશના ગણતરીના નેતાઓમાં સામેલ છે, જેમની સાદૃગી હંમેશા ચર્ચામાં રહે છે. તેમની જાહેર સંપત્તિને લઈને પણ લોકો વચ્ચે હંમેશા કુતુહલ જોવા મળે છે. તાજેતરમાં સામે આવેલા ચૂંટણી એફિડેવિટ પ્રમાણે તેમની કુલ સંપત્તિ આશરે ૧૫.૩૭ લાખ રૂપિયા જણાવવામાં આવી છે, જે ભારતના મુખ્યમંત્રીઓમાં સૌથી ઓછી માનવામાં આવે છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી માટે દૃાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં તેમની ચલ સંપત્તિ લગભગ ૧૫.૩૭ લાખ રૂપિયા નોંધાયેલી છે. તેમાં રોકડ અને બેંકમાં જમા રકમ સામેલ છે.
બંગાળના મુખ્યમંત્રી પાસે આશરે ૭૫ હજાર રૂપિયા રોકડા છે, જ્યારે બેંક ખાતામાં લગભગ ૧૨.૭૬ લાખ રૂપિયા જમા છે. આ સિવાય તેમની સંપત્તિમાં થોડી જ્વેલરી પણ સામેલ છે, જેમાં નવ ગ્રામનું સોનું સામેલ છે. સૌથી ખાસ વાત છે કે તેમના નામે કોઈ અચલ સંપત્તિ નથી. એટલે કે તેમની પાસે ન કોઈ ઘર છે અને ન કોઈ જમીન છે. આ સિવાય તેમના નામે કોઈ વાહન પણ નથી. સામાન્ય રીતે મોટા નેતાઓ પાસે અઢળક સંપત્તિઓ હોય છે. પરંતુ મમતા બેનર્જીનું સાધારણ જીવન તેમને બાકી નેતાઓથી અલગ બનાવે છે. રિપોર્ટ પ્રમાણે તેમના પર કોઈ લોન (લાયબિલિટી) પણ નથી. એટલે કે તેમણે જેટલી સંપત્તિ જાહેર કરી છે, તે લોન વગરની છે. આ એક મોટી વાત માનવામાં આવે છે, કારણ કે ઘણા નેતાઓ પાસે મોટી સંપત્તિની સાથે કર્જ પણ હોય છે. છજર્જષ્ઠૈટ્ઠર્ૈંહ ર્કિ ડ્ઢીર્દ્બષ્ઠટ્ઠિૈંષ્ઠ ઇીર્કદ્બિજ ના રિપોર્ટ્સમાં તે પણ સામે આવ્યું છે કે મમતા બેનર્જીની જાહેર સંપત્તિ આશરે ૧૫ લાખની આસપાસ છે. આ આંકડા તેમના દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલા દૃસ્તાવેજો આધારિત હોય છે.