Jai Hind

ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલભેગા: બંગાળમાં વડાપ્રધાન મોદૃીની ૬ ગેરંટી

બંગાળમાં દરેક દૃુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ખોલાશે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ હલ્દિૃયામાં જનસભા ગજવીને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા છે

પશ્ર્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદૃાન યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ હલ્દિૃયામાં જનસભા ગજવીને સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સંબોધનમાં બંગાળમાં ભાજપની જીત માટે પ્રજા પાસે આર્શિવાદૃ માંગ્યા છે. આ સાથે તેમણે બંગાળની પ્રજાને છ ગેરેન્ટી પણ આપી છે. પીએમ મોદૃીએ સ્પષ્ટ કહૃાું છે કે, ‘પશ્ર્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતા જ દૃરેક દૃુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઈલો ફરી ખોલવામાં આવશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીદૃેવામાં આવશે. બંગાળની પ્રજાએ દૃરેક અડચણો પાર કરીને અને દૃરેક પડકારોને હરાવવાનું મન બનાવી લીધું છે. આ ચૂંટણી સામાન્ય નથી, પણ રાજ્યમાં બદૃલાવની એવી આંધી છે, જે ટીએમસી સરકારની વિદૃાય કરવા માટે પુરતી છે. વડાપ્રધાને એમ પણ કહૃાું કે, બંગાળની આ ચૂંટણી નાની-મોટી ચૂંટણી નથી, પરંતુ બંગાળનું ખોવાયેલું ગૌરવ અને તેની જૂની ઓળખ પરત લાવવાની લડાઈ છે. જો આપણે ખરેખર બંગાળનો વિકાસ કરવાનું સ્વપ્ન પુરુ કરવા માંગીએ છીએ તો સૌથી પહેલા આ નિર્દૃર સરકારને સત્તામાંથી બહારનો રસ્તો બતાડવો પડશે. પીએમ મોદૃીએ વધુમાં કહૃાું કે, ‘આજે આખે દૃેશ ઝડપી વિકાસ કરી રહૃાો છે, પરંતુ ટીએમસીની નીતિ બંગાળને પાછળ ધકેલી રહી છે. એક સમયે બંગાળ આખા દૃેશમાં વેપાર અને ઉદ્યોગોમાં મહત્ત્વનું યોગદૃાન આપતું હતું, પરંતુ આજના સમયમાં બંગાળને ઘણું પાછળ ધકેલી દૃેવાયું છે. એક સમયે દૃૂર દૃૂરથી લોકો હલ્દિૃયામાં કામ શોધવા આવતા હતા અને આજે અવી સ્થિતિ ઉભી થઈ છે કે, હલ્દિૃયાના લોકોએ રોજગારી મેળવવા માટે બીજા રાજ્યમાં ભાગવું પડી રહૃાું છે.પીએમ મોદૃીએ જનસભા સંબોધતી વખતે કટાક્ષ કરીને કહૃાું કે, ટીએમસીના રાજમાં રોજગારી આપતી ફેક્ટ્રીઓ બંધ થઈ ઘઈ છે, જ્યારે ઘૂસણખોરોની ફેક્ટ્રીઓ ખૂબ આગળ વધી રહી છે. તેમણે લોકોને યાદૃ અપાવ્યું કે, સદૃીઓ પહેલા હલ્દિૃયા સમૃદ્ધ અને સુખી શહેર હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંની ફેક્ટ્રીઓમાં તાળા લટકતા જોવા મળી રહૃાા છે. ત્યારબાદૃ વડાપ્રધાને લોકોને છ ગેરેન્ટી સમજાવી વચન આપતા કહૃાું કે, જો રાજ્યમાં ભાજપ સરકાર આવશે તો ૬ ગેરેન્ટ્રી પુરી કરવામાં આવશે.