Jai Hind

અલ્લાહાબાદૃ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું આપ્યું

અલ્લાહાબાદૃ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મૂને રાજીનામું સોંપી દૃીધું છે. છેલ્લા એક વર્ષથી વિવાદૃોના ઘેરામાં રહેલા જસ્ટિસ વર્માએ સંસદૃીય તપાસ અને સંભવિત મહાભિયોગની કાર્યવાહી ટાળવા માટે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. જસ્ટિસ યશવંત વર્મા જ્યારે દિૃલ્હી હાઈકોર્ટમાં ફરજ બજાવતા હતા, ત્યારે માર્ચ ૨૦૨૫માં તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી. આ દૃરમિયાન આગ બુઝાવવા માટે પહોંચેલા ફાયર ફાઈટર જવાનોને ત્યાંથી રૂ. રૂ.૫૦૦ની અડધી બળેલી નોટો મળી હતી, જેનું મૂલ્ય કરોડોમાં જતું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદૃ ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના વખતે એવા પણ અહેવાલો વહેતા થયા હતા કે, આ નોટોનું મૂલ્ય રૂ. ૧૫ કરોડ જેટલું હતું. જો કે, આ દૃાવાની હજુ સુધી ખરાઈ થઈ શકી નથી.