Jai Hind

તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને મોદૃીની અપીલ : ૨૦૨૯ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ

મહિલા અનામત બિલને લઇને ભાજપના બંને ગૃહના સાંસદૃોન્ો થ્રી લાઇન વ્હીપ જાહેર: હાજર રહેવા આદૃેશ

ભારતના લોકશાહીમાં મહિલાઓની ભાગીદૃારી વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ એક મોટું પગલું ભર્યું છે. પીએમ મોદૃીએ તમામ રાજકીય પક્ષોના નેતાઓને પત્ર લખીને નારી શક્તિ વંદૃન અધિનિયમમાં સુધારાને સમર્થન આપવા અને તેને વહેલી તકે લાગુ કરવા માટે એક થવા વિનંતી કરી છે. વડાપ્રધાને પત્રમાં જણાવ્યું છે કે, ૧૬ એપ્રિલથી સંસદૃમાં આ અધિનિયમ પર ચર્ચા શરૂ થશે. પીએમ મોદૃીએ આ બેઠકને લોકશાહીને મજબૂત કરવાની તક ગણાવી છે. તેમણે કહૃાું કે, વિકસિત ભારતના સંકલ્પ માટે નારી શક્તિનો પૂર્ણ સહયોગ અને નેતૃત્વ અનિવાર્ય છે. અવકાશથી લઈને રમતગમત સુધી દૃીકરીઓ પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે, હવે રાજનીતિમાં પણ તેમને યોગ્ય સ્થાન મળવું જોઈએ. પીએમ મોદૃીના પત્રની સૌથી મહત્વની વાત એ છે કે, સરકારે હવે આ અનામતને ૨૦૨૯ની લોકસભા અને તમામ વિધાનસભા ચૂંટણીઓથી જ સંપૂર્ણ રીતે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાને પક્ષોને અપીલ કરી છે કે, આ મુદ્દો કોઈ એક પક્ષ કે વ્યક્તિનો નથી, પરંતુ દૃેશની ૧૪૦ કરોડ જનતા અને આવનારી પેઢીઓ માટેની જવાબદૃારી છે. તેમણે લખ્યું છે કે, વર્ષ ૨૦૨૩ માં જ્યારે આ ખરડો સંસદૃમાં પસાર થયો હતો, ત્યારે આખી દૃુનિયાએ ભારતની સામૂહિક ઈચ્છાશક્તિ જોઈ હતી. હવે તેને વાસ્તવિકતામાં બદૃલવાનો આ જ યોગ્ય સમય છે. ભારતીય જનતા પાર્ટીએ આગામી ખાસ સંસદૃ સત્રને ધ્યાનમાં રાખીને પોતાના તમામ સાંસદૃો માટે કડક સૂચનાઓ જાહેર કરી છે. પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો માટે થ્રી-લાઇન વ્હિપ જાહેર કરીને ૧૬થી ૧૮ એપ્રિલ સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા આદૃેશ આપ્યો છે. ભાજપ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમયગાળા દૃરમિયાન કોઈ પણ સાંસદૃ કે કેન્દ્રીય મંત્રીને રજા આપવામાં આવશે નહીં અને દૃરેક સભ્યએ સંસદૃની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવો પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખાસ સત્ર ઐતિહાસિક મહિલા અનામત સુધારા બિલ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યું છે, જે સરકાર માટે ખૂબ જ મહત્ત્વનું છે.