Jai Hind

સરકારની નવી ગાઈડલાઈન કેન્દ્ર સરકાર દ્વારા ઓવરલોડીંગના નિયમોમાં કરાયો મોટો ફેરફાર

જો ઓવરલોિંડગ ૧૦ ટકાથી ૪૦ ટકાની વચ્ચે હશે, તો સામાન્ય ટોલ ટેક્સ કરતા બમણો ટેક્સ ભરવો પડશે

નેશનલ હાઈવે પર ટ્રક અને માલવાહક વાહનો ચલાવતા ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓવરલોિંડગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે આવતીકાલે એટલે કે ૧૫ એપ્રિલથી સમગ્ર દૃેશમાં લાગુ થશે.નવા નિયમો મુજબ વાહન માલિકોને રાહત આપતા સરકારે નક્કી કર્યું છે કે, જો ગાડીમાં નિર્ધારિત ક્ષમતા કરતા ૧૦ ટકા સુધી વધારાનું વજન હશે, તો કોઈ દૃંડ વસૂલવામાં આવશે નહીં. નાની ભૂલોને કારણે ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાન ન થાય તે હેતુથી આ રાહત આપવામાં આવી છે.જોકે, ૧૦ ટકાથી વધુ વજન હોય તો ભારે દૃંડનો નિયમ બનાવાયો છે. જો ઓવરલોિંડગ ૧૦ ટકાથી ૪૦ ટકાની વચ્ચે હશે, તો સામાન્ય ટોલ ટેક્સ કરતા બમણો ટેક્સ ભરવો પડશે. જ્યારે ૪૦ ટકાથી વધુ ઓવરલોિંડગના કિસ્સામાં ટોલ ટેક્સના ચાર ગણા નાણાં ચૂકવવા પડશે. હાઈવે પર મુકાયેલા વેઈંગ મશીન દ્વારા વજનની ચકાસણી કરવામાં આવશે અને આ દૃંડની રકમ સીધી હ્લછજી્ટ્ઠખ્તમાંથી કાપવામાં આવશે.
નિયમમાં ખાસ શરત એ છે કે, જો કોઈ ટોલ પ્લાઝા પર વજન કરવાનું મશીન ન હોય અથવા ખરાબ હોય, તો વાહન ચાલક પાસેથી વધારાનો કોઈ દૃંડ લેવામાં આવશે નહીં. આવા સંજોગોમાં માત્ર સામાન્ય ટોલ જ ચૂકવવાનો રહેશે. આ સાથે જ ઓવરલોિંડગ કરનારા વાહનોનો ડેટા સીધો સરકારી ’વાહન’ પોર્ટલ પર અપડેટ થશે.