તામીલનાડુમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપે અહીં લાડલી બહેના જેવો જ દાવ ખેલ્યો છે અને પક્ષના ચૂંટણી ઢંઢેરામાં ઘરની મુખ્ય મહિલાને રૂા.બે હજાર અને દરેક પરિવારને રૂા.10 હજાર દેવાનો વાયદો કર્યો છે. એટલું જ નહીં ત્રણ મફત ગેસ સીલીન્ડર અને મહિલાઓ માટે વ્યાજ મૂક્ત લોનની પણ જાહેરાત કરી છે. તામિલનાડુમાં અગાઉ જ ડીએમકે અને અન્ના ડીએમના વચ્ચે રેવડી કલ્ચરની સ્પર્ધા હતી. હવે ભાજપ પણ તેમાં જોડાયું છે. જેમાં ભાજપ શાસનના અનેક રાજ્યોમાં ચૂંટણી સમયે મહિલાઓને જે રોકડ ટ્રાન્સફર કરવાની યોજના હતી