Jai Hind

આજથી સંસદનું ખાસ સત્ર:મહિલા અનામત-સિમાંકન બિલ રજૂ થશે

નવા સિમાંકનના વિરોઝમાં તામિલનાડુમાં દૃરેક ઘર પર કાળા ઝંડા ફરકશે

સરકારનો વિશાળ જનસંપર્ક પ્લાન:તમામ ક્ષેત્રની મહિલાઓન્ો સંસદૃનું આમંત્રણ

સંસદ અને ધારાસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત અને મત વિસ્તારોના નવા સિમાંકન માટે આવતીકાલથી શરુ થનારું સંસદનું ખાસ સત્ર ઐતિહાસિક બની રહે તેવા સંકેત છે અને તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર વચ્ચે પણ તેમના તમામ સાંસદોને બંને ગૃહોમાં હાજરી આપવા વ્હીપ આપ્યો છે અને તા.16 થી 18 સુધી મળનારા આ સત્રમાં મહિલા અનામત અંગે 2023નો નારી શક્તિ વંદન ખરડો રજુ કરાશે જેમાં 2011ની વસ્તી ગણતરીના આધારે દેશની લોકસભા અને રાજ્યોની ધારાસભાઓમાં મહિલાઓ માટે અનામતનો અધ્યય શરુ થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં તમામ પક્ષોને આ ખરડામાં સમર્થન આપવા અપીલ કરી છે.
જો કે નવા સિમાંકન વિવાદાસ્પદ બની રહે તેવી ધારણા છે. ખાસ કરીને વિપક્ષને એવી ચિંતા છે કે સિમાંકનના આધારે દક્ષિણ ભારતમાં જે રીતે હાલ લોકસભાની બેઠકો છે તેનું ચિત્ર ફરી જશે અને તે પ્રાદેશિક પક્ષો માટે નુકશાન હશે. લોકસભાની હાલની બેઠકોમાં 50 ટકાનો વધારો કરીને 850 બેઠકો નીચલા ગૃહની હોય તે માટેનો પ્રસ્તાવ રજૂ થનાર છે. આ અંગે તામીલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ.કે. સ્તાલીને જણાવ્યું હતું કે ભાજપ આગની સાથે રમી રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસે પણ આ મુદ્ે વિરોધ કર્યો છે અને આવતીકાલે તામિલનાડુમાં તમામ ઘરોમાં અને સાર્વજનીક સ્થળે કાળા ઝંડા લહેરાવવાની જાહેરાત કરી છે.


મહિલા અનામત બિલ પર ચર્ચા થવાની છે, ત્યારે કેન્દ્ર સરકારે દૃેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિૃલ્હી બોલાવીને વિશાળ જનસંપર્ક પ્લાન તૈયાર કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આ ચર્ચાને ઐતિહાસિક ક્ષણ તરીકે ચિહ્નિત કરવાનો છે, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ જોવા મળે તે બાબતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. જેમાં છેવાડાના કામદૃારોથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાણીતા જાહેર વ્યક્તિત્વો સુધી તમામને દિૃલ્હી આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.