Jai Hind

સસ્તુ ઓઇલ ખરીદવાની છુટ અમેરિકાએ સમાપ્ત કરી

ભારતને રશિયા અને ઇરાન પાસેથી

રશિયા અને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ થવાથી હવે ભારતની નિર્ભરતા ખાડીના અન્ય દૃેશો અથવા અમેરિકાના સ્થાનિક બજાર પર વધશે, જે ભારતને મોંઘું પડી શકે છે. પુરવઠો ઘટવાથી દૃેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે.અમેરિકા-ઈરાન યુદ્ધ દૃરમિયાન ઉભી થયેલી ઓઈલની કમીને પહોંચી વળવા અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદૃી પર જે છૂટછાટ આપી હતી તેની મર્યાદૃા ૧૧ એપ્રિલ ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે બુધવારે જાહેરાત કરી છે કે, રશિયન અને ઈરાની ઓઈલની ખરીદૃી માટે અપાયેલી પ્રતિબંધોની છૂટછાટની સમયમર્યાદૃા હવે લંબાવવામાં આવશે નહીં.ભારત આ છૂટછાટનો સૌથી મોટો લાભાર્થી રહૃાો છે. અહેવાલો અનુસાર, છૂટ મળ્યા બાદૃ ભારતે રશિયા પાસેથી લગભગ ૩ કરોડ બેરલ ઓઈલના ઓર્ડર આપ્યા હતા. રિલાયન્સ જેવી ભારતીય રિફાઇનરીઓએ અગાઉ પ્રતિબંધોને કારણે રશિયન સપ્લાયર્સથી અંતર જાળવ્યું હતું, પરંતુ છૂટ બાદૃ ફરીથી ખરીદૃી શરૂ કરી હતી. રશિયા માટેની છૂટ ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ સમાપ્ત થઈ છે, જ્યારે ઈરાન માટેની આ છૂટ ૧૯ એપ્રિલ ના રોજ સમાપ્ત થવા જઈ રહી છે.અત્યાર સુધી ટ્રમ્પ વહીવટીતંત્રે વૈશ્ર્વિક ઓઈલ બજારને સ્થિર કરવા માટે હંગામી નીતિ અપનાવી હતી. જોકે, અમેરિકામાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આ છૂટછાટની આકરી ટીકા કરવામાં આવી રહી હતી.