કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતું રોકવા માટે તેના પરનો વધારાનો રૂ. ૧૦નો એક્સાઈઝ સેસ ઘટાડ્યો
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી દૃુનિયાભરમાં ક્રડ ઓઈલ કટોકટી સર્જાઈ છે, જેને પગલે અત્યાર સુધીમાં અનેક દૃેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી ગયા છે. ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં ૧૭૨ ટકાનો ઊછાળો થયો છે જ્યારે મ્યાંમારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે. જોકે, ભારતમાં હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહૃાા છે. પરંતુ દૃેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોિંતગ વધારાની આશંકા સેવાઈ રહી છે.
મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી બ્રેન્ટ ક્રડના ભાવ પ્રતિ બેરલ ૭૧ ડોલરથી વધીને ૧૧૧ ડોલર સુધી પહોંચી ગયા છે. સપ્લાય અંગે અનિશ્ર્ચિતતા વધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગતા ફરી એક વખત બ્રેન્ટ ક્રડના ભાવ ઊછળવાની આશંકા સેવાઈ રહી છે. વૈશ્ર્વિક સ્તર પર ગ્લોબલપેટ્રોલપ્રાઈસ.કોમના તાજા આંકડા મુજબ અમેરિકા-ઈરાન યુદ્ધ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી વધુ વધારો કરનારા દૃેશોમાં ફિલિપાઈન્સમાં ૧૭૨ ટકા, લાઓસમાં ૧૬૯ ટકા, મ્યાંમારમાં ૧૬૧ ટકા, મલેશિયામાં ૧૨૪ ટકાનો સમાવેશ થાય છે. વૈશ્ર્વિક સ્તરે ક્રડ ઓઈલમાં ભાવવધારાની અસર હજુ સુધી ભારત પર જોવા મળી નથી. ભારતમાં કેટલાક વર્ષોથી પેટ્રોલના ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ના સ્તરે સ્થિર છે.જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે, જેના કારણે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા પર અંકુશ મૂકેલા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતું રોકવા માટે તેના પરનો વધારાનો રૂ. ૧૦નો એક્સાઈઝ સેસ ઘટાડી નાંખ્યો છે અને નિકાસ પરનો ટેક્સ પણ વધાર્યો છે.જોકે, એપ્રિલના અંતે ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલ પર તોિંતગ વધારાની આશંકા સેવાઈ રહી છે.