Jai Hind

સંસદમાં રાહુલ ગાંધીએ ૧૬ નંબરનું મિસ્ટ્રી કાર્ડ બતાવતા તર્ક-વિતર્ક!

મહિલા અનામત અને સીમાંકન બિલ પર ચર્ચા દૃરમિયાન રાહુલ ગાંધીએ સંસદૃમાં અચાનક ૧૬ નંબર લખેલું કાર્ડ બતાવી સૌ કોઈને વિચારતા કરી દૃીધા છે. શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણના અંતે એક એવી પઝલ રજૂ કરી જેણે સૌને વિચારતા કરી દૃીધા છે. રાહુલ ગાંધીએ એક કાર્ડ બતાવ્યું જેના પર ૧૬ નંબર લખેલો હતો. તેમણે વડાપ્રધાન મોદૃી પર કટાક્ષ કરતાં કહૃાું કે, કાલે વડાપ્રધાનમાં એનર્જી ઓછી હતી. અચાનક મને યાદૃ આવ્યું કે આજે ૧૬ એપ્રિલ છે!
રાહુલ ગાંધીએ આ કોયડો અધૂરો છોડતાં કહૃાું કે, આ ૧૬ નંબરના કાર્ડ પાછળ શું રહસ્ય છે તે દૃેશની જનતાને ટૂંક સમયમાં ખબર પડી જશે. જો કોઈ સમજી ગયું હોય કે હું શું કહી રહૃાો છું, તો પ્લીઝ મને મેસેજ કરજો. રાહુલના આ નિવેદૃન બાદૃ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. સંબોધનની શરૂઆતમાં રાહુલ ગાંધીએ હસતાં હસતાં કહૃાું, જુઓ, મને અને વડાપ્રધાનને કોઈ વાઇફ ઇશ્યુ નથી!. રાહુલ ગાંધીના આ વિનોદૃ પર પરિસરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. રાહુલ ગાંધીએ વધુમાં કહૃાું કે, પહેલું સત્ય તો એ છે કે આ મહિલા અનામત બિલ નથી, કારણ કે તે તો ૨૦૨૩માં જ પસાર થઈ ચૂક્યું છે. આ બિલ દૃેશનો ચૂંટણી નકશો બદૃલવાનો પ્રયાસ છે. આ બિલનો મહિલા સશક્તિકરણ સાથે કોઈ લેવાદૃેવા નથી.