Jai Hind

વેદૃાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR

૨૧ શ્રમિકોના મોત મામલે બેદૃરકારીનો આરોપ

છત્તીસગઢના શક્તિ જિલ્લામાં આવેલા વેદૃાંત પાવર પ્લાન્ટમાં થયેલા ભીષણ બોઈલર વિસ્ફોટ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ દૃુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૧ શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક હજુ પણ હોસ્પિટલમાં િંજદૃગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહૃાા છે. પોલીસે આ મામલે ગંભીર બેદૃરકારી બદૃલ વેદૃાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ અને પ્લાન્ટ મેનેજર દૃેવેન્દ્ર પટેલ સહિતના જવાબદૃાર અધિકારીઓ સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. ૧૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૩ વાગ્યે જ્યારે શ્રમિકો કામ કરી રહૃાા હતા, ત્યારે બોઈલર-૧માં જોરદૃાર વિસ્ફોટ થયો હતો. બોઈલર મુખ્ય નિરીક્ષકના રિપોર્ટ અનુસાર બોઈલર ફર્નેસની અંદૃર જરૂર કરતા વધુ ઈંધણ જમા થઈ ગયું હતું. જેના કારણે અચાનક અસામાન્ય દૃબાણ ઉભું થયું અને વિસ્ફોટ થયો. આ દૃબાણ એટલું પ્રચંડ હતું કે બોઈલરની નીચેની પાઈપલાઈન પોતાની જગ્યાએથી ખસી ગઈ અને લોખંડનું આખું માળખું ધરાશાયી થઈ ગયું.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, દૃુર્ઘટનાના કલાકો પહેલા જ પ્લાન્ટના સેટી સિસ્ટમમાં રેડ એલર્ટ આવી રહૃાા હતા. સવારથી જ પ્રાઈમરી એર (ઁછ) ફેન વારંવાર ફેઈલ થઈ રહૃાો હતો. કંટ્રોલ રૂમની લોગબુક મુજબ સવારે ૧૦:૩૦ વાગ્યે ખામી નોંધાઈ હોવા છતાં પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો નહોતો.