Jai Hind

મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે મમતા સરકારને આંચકો

ચુંટણીપંચે કરેલી બદલીના નિર્ણય વિરુદ્ધની અરજી ફગાવાઈ

પશ્ર્ચિમ બંગાળમાં ચુંટણીપંચ દ્વારા રાજયના મુખ્ય સચિવ અને પોલીસ વડાને તેમના પદ પરથી દુર કરવાના કરાયેલા નિર્ણય સામે પશ્ર્ચિમ બંગાળ સરકારે કરેલી અરજી ફગાવી દીધી હતી.
પશ્ર્ચિમ બંગાળમાં ચુંટણી જાહેર થતા જ પંચે રાજયના વહીવટીતંત્રમાં વ્યાપક ફેરફાર કર્યા હતા જેમાં મુખ્ય સચીવ અને પોલીસ વડા ઉપરાંત કોલકતાના પોલીસ કમિશ્ર્નર અને અનેક જિલ્લા અધિકારીઓને પણ બદલ્યા હતા. કુલ 1100 જેટલી બદલીઓ કરી હતી. મમતા સરકારે તેમાં સુપ્રીમકોર્ટમાં અરજી કરીને રાજય સરકારને એક બાજુ રાખી ચુંટણીપંચ આ રીતે જે બદલી કરે છે તે સામે રીટ કરી હતી. સુપ્રીમકોર્ટે કહ્યું કે આ પ્રકારે બદલીઓ કોઈ નવી બાબત નથી. અનેક રાજયોમાં ભૂતકાળમાં તે થઈ છે અને તેથી પશ્ર્ચિમ બંગાળની અરજી સ્વીકારી શકાય નહી.