આજે રવિવારે અક્ષય તૃતીયાના મંગલ પ્રસંગે અદૃાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદૃાણી અને તેમના પત્ની ડૉ. પ્રીતિ અદૃાણીએ ગુજરાતના તારંગાની ટેકરીઓમાં બિરાજમાન શ્રી અજિતનાથ ભગવાન શ્ર્વેતાંબર જૈન દૃેરાસરની મુલાકાત લઇ પૂજા અર્ચના કરી હતી.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા હેલિપેડ પર સવારે ૭:૪૫ વાગ્યે પહોંચેલા અદૃાણી દૃંપતીનું જૈન સમાજના સભ્યોએ સ્વાગત કર્યા બાદૃ તેઓ તારંગાની ટેકરીએ પર ગયા.જૈન સંપ્રદૃાયની પરંપરાઓમાં આ દિૃવસને ખાસ પવિત્ર માનવામાં આવતો હોવાથી શ્રદ્ધાળુઓ વહેલી સવારથી અહીં એકત્ર થાય છે અને શ્રી અજિતનાથ ભગવાન શ્ર્વેતાંબરના શ્રધ્ધાભાવથી દૃર્શન કરે છે.
જૈન ધર્મના બીજા તીર્થંકર ભગવાન અજિતનાથને સમર્પિત અને સોલંકી શાસક રાજા કુમારપાલ સાથે સંકળાયેલું અને ૧૨મી સદૃીમાં નિર્માણ થયેલું આ મંદિૃર સમગ્ર જૈન સમાજ માટે માટે આસ્થાનું એક મહત્વનું તીર્થધામ છે.
ગૌતમ અદૃાણીએ આ ઐતિહાસિક સ્થળે આવેલા મંદિૃર સંકુલમાં સમય વિતાવતા પૂર્વે ગર્ભગૃહની અંદૃર જઇ ભગવાન અજિતનાથની મૂર્તિ સમક્ષ પૂરા શ્રધ્ધાભાવથી પ્રાર્થના કરી હતી. આ દૃંપતીએ અહીં ચાલતી કેન્ટીનની પણ મુલાકાત લીધી હતી..
તારંગાની આ મુલાકાત દૃરમિયાન શ્રી અદૃાણીએ મંદિૃરના ટ્રસ્ટી સચિન અશોકભાઇ શાહને મળીને મંદિૃરની બેનમૂન સ્થાપત્ય કલા અને આધ્યાત્મિક અખંડિતતાને જાળવી રાખવા સમેત યાત્રાળુઓ માટે સુવિધાઓમાં સુધારા વધારા કરવાના હેતુસરની વિવિધ યોજનાઓ વિષે પરામર્શ કર્યો હતો.
પવિત્ર સ્થળની આસપાસના પ્રદૃેશના પર્યાવરણીય પુન:સ્થાપન અને જાળવણીમાં ફાળો આપતા તારંગાની ટેકરીઓ લીલીછમ અને હરિયાળીથી આચ્છાદિૃત રહે તે માટે અદૃાણી ગ્રુપ વનીકરણના થઇ રહેલા પ્રયાસોને પણ સમર્થન આપી રહૃાું છે.