વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી બિષ્ણુપુર પહોંચ્યા હતા
છેલ્લા ૧૫ વર્ષમાં ટીએમસી સરકાર માત્ર જંગલરાજની જેમ નિર્દૃય શાસન ચલાવી રહી છે : આ સરકારે પ્રજાને ભયભીત કરીને રાખી છે : વડાપ્રધાન
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ૨૩ અને ૨૯ એપ્રિલે મતદૃાન યોજાવાનું છે. આ માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં કરી રહૃાા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પણ બંગાળના પુરુલિયામાં જનસભા સંબોધી બહુમતી સાથે ભાજપની સરકાર બનવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહૃાું કે, તેઓ ચૂંટણીમાં ક્યારે આગાહી કરતા નથી, ક્યારે બોલતા પણ નથી. તેઓ વર્ષોથી ચૂંટણી લડી રહૃાા અને આગાહીની વાતો ટાળતા રહૃાા છું. તેમણે એમ પણ કહૃાું કે, બંગાળમાં નાની વ્યક્તિથી લઈને ઘરમાં કામ કરનાર વ્યક્તિઓ ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરી રહૃાા છે.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, “સાથીઓ, હું સામાન્ય રીતે ચૂંટણીમાં ક્યારેય આગાહી કરતો નથી. શું પરિણામ આવશે તે વિશે હું ક્યારેય બોલતો નથી. હું વર્ષોથી ચૂંટણી લડી રહૃાો છું, પરંતુ હું આવી વાતો ટાળું છું. પરંતુ આ વખતે, જે પણ મળે છે – પછી તે કોઈ નાની વ્યક્તિ હોય કે ઘરમાં કામ કરનાર વ્યક્તિ હોય – દૃરેકના મોઢે એક જ વાત છે… આ વખતે બધા જ કહે છે કે, ભાજપની સરકાર પાક્કી છે. આ બધું જોયા પછી, સાંભળ્યા પછી અને મારા રાજકીય અનુભવના આધારે હું કહી રહૃાો છું કે, આ વખતે ભાજપ ખૂબ જ ભારે બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. અને જ્યારે હું ’ભારે બહુમતી’ કહું છું, ત્યારે તેનો અર્થ એ છે કે હું પૂરા વિશ્ર્વાસ સાથે કહી રહૃાો છું કે આ વખતે સરકાર ભારે બહુમતીથી ભાજપની જ બનવાની છે.”
વડાપ્રધાન મોદૃીએ પુરુલિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાયબાઘિની દૃેવી મેળા મેદૃાનમાં જનસભાને સંબોધતી વખતે તૃમણૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દૃાવો કર્યો કે, ‘બંગાળની પ્રજા હવે ડરના માહોલમાંથી બહાર નીકળી ગઈ છે. આ વખતે ભાજપની જ સરકાર બનશે. છેલ્લા ૧૫ વર્ષમાં ટીએમસી સરકાર માત્ર જંગલરાજની જેમ નિર્દૃય શાસન ચલાવી રહી છે. આ સરકારે પ્રજાને ભયભીત કરીને રાખી છે, જોકે ટીએમસીએ જેટલી નિર્દૃયતા કરી છે, પ્રજાનો ભાજપ પરનો વિશ્ર્વાસ તેટલો જ મજબૂત થયો છે. જે રીતે આસામમાં કોંગ્રેસને અને ત્રિપુરામાં માર્કસવાદૃી કોમ્યુનિસ્ટ પાર્ટીને ઉખેડી ફેંકવામાં આવી છે, તેવી જ રીતે બંગાળમાં પણ ઈતિહાસનું પુનરાવર્તન થશે.
પીએમ મોદૃીએ અત્યંત આક્રમક તેવરમાં તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર) ના કાર્યકરો અને નેતાઓને ચેતવણી આપતા કહૃાું કે, “હું ટીએમસીના તમામ ગુંડાઓ, સિન્ડિકેટ અને ભ્રષ્ટાચારીઓને છેલ્લી તક આપું છું. ૨૯ એપ્રિલ પહેલા પોતપોતાના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી લો, કારણ કે ૪ મે પછી કોઈ બચશે નહીં. તેમણે ઉમેર્યું કે, હવે બંગાળની જનતા બંગાળ ટાઈગર બનીને દૃહાડી રહી છે કે ’હવે નહીં સહીએ, નિર્મમ સરકારને હટાવીને રહીશું’.