જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સોમવારે સવારે રામનગરના કાગોટ ગામ નજીક રસ્તાની બાજુમાં આવેલી ઉડી ખીણમાં પડતા ૨૨ પ્રવાસીઓના મોત થયા હતા ત્ોમજ અન્ય ૨૯ લોકો ઘાયલ થયા હતા દૃુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી ચાલી રહી છે.
જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિસ્તારના રામનગરથી ઉધમપુર જતી એક પેસેન્જર બસ બેકાબૂ થઈને પહાડથી નીચે ખાબકી
જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિસ્તારના રામનગરથી ઉધમપુર જતી એક પેસેન્જર બસ બેકાબૂ થઈને પહાડથી નીચે ખાબકી. એવું કહેવાય છે કે ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો અને ત્યારબાદૃ બસ પલટી ગઈ અને પહાડથી નીચે પડી. આ અકસ્માતમાં મૃત્યુઆંક ૨૨ પર પહોંચ્યો છે જ્યારે ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદૃ બચાવ કામગીરી ચાલુ છે, જેમાં પોલીસ, પ્રશાસન અને સ્થાનિક લોકો મદૃદૃ કરી રહૃાા છે. બીજી તરફ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દૃાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી, ત્યારે જાલો વિસ્તાર પાસે અચાનક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણોની હાલમાં ખબર પડી શકી નથી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદૃર્શીઓના જણાવ્યા મુજબ, આ અકસ્માત બેદૃરકારીભર્યા ડ્રાઈિંવગને કારણે થયો હતો. એક વળાંક પર બસનું ટાયર ફાટ્યું હતું, જેના પછી પૂરઝડપે આવી રહેલી બસ બેકાબૂ બની ગઈ હતી. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી દૃેવામાં આવી હતી. બચાવ ટુકડી દ્વારા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલો અને તબીબી કેન્દ્રોમાં દૃાખલ કરવામાં આવી રહૃાા છે. પ્રશાસને જણાવ્યું કે ઘાયલોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને શક્ય તમામ તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.આ દૃર્દૃનાક અકસ્માત પર મુખ્યમંત્રી ઓમર અબ્દૃુલ્લાએ પણ દૃુ:ખ વ્યક્ત કર્યું છે.