Jai Hind

ત્રિશુરમાં ફટાકડા યુનિટમાં બ્લાસ્ટ થતા ૧૩ના મોત, ૪૦ ઇજાગ્રસ્ત

કેરળમાં પૂરમ ઉત્સવની તૈયારી વચ્ચે

કેરળમાં ત્રિશૂરપુરમ ઉત્સવની ત્ૌયારી વચ્ચે ત્રિશૂરના મુન્ડાથી કોડમાં ફટાકડા બનાવતી ફેકટરીના સ્ટોરેજમાં જોરદૃાર બ્લાસ્ટ થવા સાથે આગ લાગતા ૧૩ લોકોના મોત થયા હતા ત્ોમજ કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ફટાકડા ફેકટરીના સ્ટોરેજમાંથી ધુમાડા સાથે આગની જવાળાઓ નિકળી રહેલી નજરે પડે છે.

ત્રિશુર પુરમની ઉજવણી માટે લવાયેલા ફટાકડા રાખવામાં આવ્યા હતા

કેરળમાં ‘ત્રિશૂર પૂરમ ઉત્સવની તૈયારીઓ વચ્ચે ભયાનક દૃુર્ઘટના બની છે.
અહીં ત્રિશૂર શહેરમાં મુંડાથિકોડ સ્થિત આજે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં ૧૩ લોકોના મોત અને ૪૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં ૮ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની પણ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો તુરંત પહોંચી ગયા છે અને હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહૃાું છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ એટલી ગંભીર છે કે, મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઈજાગ્રસ્તોમાં ૧૮ને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં લઈ જવાયા છે.
મળતી માહિતી મુજબ ‘ત્રિશૂર પૂરમની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ દૃુર્ઘટના બની છે. ત્રિશૂર પુરમ કેરળનો સૌથી ભવ્ય અને પ્રસિદ્ધ વાર્ષિક મંદિૃર ઉત્સવ છે.
આ ઉત્સવને ‘પૂરમોંની જનની પણ કહેવામાં આવે છે. ત્રિશૂરના વડક્કૂનાથન મંદિૃરમાં મલયાલમ મહિનામાં (એપ્રિલ-મે)માં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ૧૮મી સદૃીથી શરૂ કરાયેલા આ ઉજવણીમાં સજાવાયેલા હાથીઓ, પારંપરિક ચેંડા મેલમ સંગીત, રંગબેરંગી છત્રીઓનું પ્રદૃર્શન અને શાનદૃાર આતશબાજી મુખ્ય આકર્ષણ જમાવે છે.