Jai Hind

દૃેશના અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર

ગુજરાત સહિત દૃેશભરના અનેક રાજ્યોમાં હાલ ભારે ગરમી વધી રહી છે. ઉત્તર ભારતમાં એવું લાગે છે કે, જાણે આકાશમાંથી આગ વરસી રહી છે. ઉત્તર પ્રદૃેશથી મધ્ય પ્રદૃેશ સુધી અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) ઘણા રાજ્યો માટે આંશિક રાહતના સમાચાર લઈને આવ્યું છે. ૈંસ્ડ્ઢ અનુસાર એપ્રિલના છેલ્લા અઠવાડિયાની નજીક આવતાની સાથે હવામાન પેટર્નમાં અચાનક ફેરફાર થવાની તૈયારી છે. એક નવું પશ્ર્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહૃાું છે અને તેની અસરો ઉત્તર ભારતથી ઉત્તરપૂર્વ અને દૃક્ષિણ ભારત સુધીના વિશાળ પ્રદૃેશમાં અનુભવાશે. ૈંસ્ડ્ઢએ આગાહી કરી છે કે, આગામી દિૃવસોમાં, વાવાઝોડા, જોરદૃાર પવન અને વરસાદૃ ઘણા રાજ્યોમાં ફૂંકાશે. પવનની ગતિ ૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પરિણામે ૧૩ રાજ્યો માટે પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફારનો સંકેત આપતી હવામાન ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે કેટલાક પ્રદૃેશોમાં હીટવેવ આવી શકે છે, તો અન્ય વિસ્તારોમાં કરા પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહી શકે છે, જ્યારે અન્યત્ર વાદૃળો અચાનક ભેગા થઈ શકે છે. દૃેશમાં આવી પરિસ્થિતિ છે તો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.
હવામાન વિભાગના અમદૃાવાદૃ કેન્દ્રના વેધર રિપોર્ટ પ્રમાણે, આગામી ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, આગામી ત્રણ દિૃવસમાં ધીમે ધીમે ૨-૩ ડિગ્રીનો વધારો થવાની ધારણા છે. ત્યારબાદૃ સમગ્ર ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. રાજ્યમાં ૨૮મી એપ્રિલ સુધી ક્યાંય વરસાદૃની આગાહી નથી.