Jai Hind

રાઘવ ચઢ્ઢા સહિત ૭ સાંસદૃો વિધીવત ભાજપમાં જોડાયા

આમ આદૃમી પાર્ટીમાં મોટુ ભંગાણ:રાજ્યસભાના સાંસદૃોએ છેડો ફાડ્યો

ભાજપ અધ્યક્ષ નીતિન નબીએ લાડુ ખવડાવી રાઘવ સહિત સાંસદૃોનું ભાજપમાં સ્વાગત કર્યું

રાજ્યસભાના ‘આપના ૧૦માંથી ૭ સભ્યો રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલેવાલ, હરભજનિંસહ, સંદૃીપ પાઠક, અશોક મિત્તલ, વિક્રમજીત સાહની, રાજેન્દ્ર ગુપ્તાએ પાર્ટી છોડી

આમ આદૃમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદૃોએ આજે(૨૪ એપ્રિલ) રાજીનામાં આપ્યા હતા. રાજ્યસભાના સાંસદૃ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદૃીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ત્યારબાદૃ હવે શુક્રવાર સાંજે નવી દિૃલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટર તમામ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા સ્વાગત કરાયું હતું.
ભાજપ હેડક્વાર્ટરમાં નીતિન નબીને રાઘવ ચઢ્ઢાને લાડુ ખવડાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું. આ દૃરમિયાન ચઢ્ઢાએ ભાજપ અધ્યક્ષને ગુલદૃસ્તો ભેટ કર્યો. આ સત્તાવાર મિલનની સાથે ચઢ્ઢા સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયા. પાર્ટી કાર્યકર્તાઓમાં આ રાજકીય ઘટનાક્રમમાં જશ્ર્નનો માહોલ છે. આમ આદૃમી પાર્ટીની સ્થિતિ હવે રાજ્યસભામાં ખુબ નબળી થઈ ગઈ છે.
રાઘવ ચઢ્ઢા સહિત આમ આદૃમી પાર્ટીમાંથી ૭ સાંસદૃોએ રાજીનામાં આપ્યા છે. જેમાં સંદૃીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન િંસહ, અશોક મિત્તલ રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહની સામેલ છે.
રાઘવ ચઢ્ઢાએ એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો ખુલાસો કરતા પક્ષ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે કહૃાું કે, આમ આદૃમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સીંચી છે અને મારા જીવનના મહત્ત્વના ૧૫ વર્ષ આપ્યા છે, તે પાર્ટી હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગઈ છે. હવે આ પાર્ટી દૃેશના હિતમાં નહીં, પણ પોતાના અંગત સ્વાર્થ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મને સતત એવું લાગી રહૃાું હતું કે હું એક ખોટી પાર્ટીમાં ફસાઈ ગયેલો સાચો માણસ છું. એટલા માટે જ આજે હું મારી જાતને આપથી અલગ કરી રહૃાો છું અને હવે જનતાની સેવામાં જોડાઈ રહૃાો છું, તેમજ મારી સાથે આમ આદૃમી પાર્ટીના બે તૃતીયાંશ (૨/૩) સાંસદૃો પણ ભાજપમાં જોડાઈ રહૃાા છે.
બીજી તરફ દિૃલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા આમ આદૃમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય િંસહે ભારતીય જનતા પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ઓપરેશન લોટસ દ્વારા પંજાબ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓપરેશન લોટસ ખરેખર હલકી રાજનીતિનું એક ઉદૃાહરણ છે. તે માત્ર સત્તા કબજે કરવાનો પ્રયાસ નથી, પરંતુ પંજાબમાં ચાલી રહેલા જનહિતના કાર્યોને રોકવાનું એક ષડયંત્ર છે.
આરોપ લગાવ્યો કે, આમ આદૃમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદૃોને તોડીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. પંજાબની જનતાએ આ નામો યાદૃ રાખવા જોઈએ, કારણ કે આ લોકોએ ગદ્દારી કરી છે. આ સંદૃર્ભમાં રાઘવ ચઢ્ઢા, સંદૃીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ અને હરભજન િંસહ જેવા નામોનો ઉલ્લેખ કરતા તેમણે કહૃાું કે, જનતાએ આ તમામને સામાન્ય સ્તરેથી ઉઠાવીને સંસદૃ સુધી પહોંચાડ્યા, પરંતુ હવે તેઓએ જનતા સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ છછઁમાંથી ભાજપમાં ભળેલા સાંસદૃોની ઝાટકણી કાઢતા કહૃાું કે, ભાજપે પંજાબ સાથે ગદ્દારી કરી, ભાજપનું પંજાબમાં કોઈ અસ્તિત્વ જ નથી, ભાજપનું પોતાનું કઈ જ નથી માટે આ પ્રકારના તુક્કા લગાવી રહી છે. ભાજપ પંજાબ જીતી શકતી નથી, આ પ્રકારે વોિંશગ મશીનનો ઉપયોગ કરીને શરદૃ પવારની પાર્ટી અને શિવસેના ઉદ્ધવ ઠાકરેની તેમજ કોંગ્રેસની પાર્ટીને તોડી નાખવામાં આવી હતી.
પંજાબમાં ભાજપનો કોઈ જ જનાધાર નથી. ભાજપ તેની સાથે વિલય કરનારા લોકોને પણ ગળી જાય છે,
આ સાત લોકો પાર્ટીનો ભાગ નથી, ગદ્દારોના જવાથી કોઈ ફર્ક પડતો નથી, જનતાના પ્રેમની કોઈ િંકમત હોતી નથી, પંજાબની જનતાનો પ્રેમ કોઈ પણ િંકમતે ખરીદૃી શકાશે નહીં.