ભારતીય ઉદ્યોગ જગતના માંધાતા અને અદૃાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદૃાણીએ ફરી એકવાર વૈશ્ર્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. શેરબજારના ઘટાડા વચ્ચે પણ અદૃાણીની સંપત્તિમાં તોફાની તેજી જોવા મળી છે. માત્ર ૨૪ કલાકમાં ઇં૭.૧૬ અબજ (આશરે રૂા.૬૦,૦૦૦ કરોડ) ની કમાણી કરીને અદૃાણીએ વિશ્ર્વના અમીરોની યાદૃીમાં મોટું ઉલટફેર કરી નાખ્યું છે.
આ સાથે જ ધનિકોની વૈશ્ર્વિક યાદૃીમાં નવો ઈતિહાસ રચાયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અદૃાણીની નેટવર્થ હવે ઇં૧૦૬ અબજ પર પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓ વિશ્ર્વના સૌથી ધનિકોની યાદૃીમાં ૧૭માં સ્થાને પહોંચ્યા છે. તેમણે માઈક્રોસોટના દિૃગ્ગજ બિલ ગેટ્સ (ઇં૧૦૪ અબજ) ને પાછળ છોડી દૃીધા છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં ઇં૨૧.૪ અબજનો જંગી વધારો થયો છે.
આ તરફ અદૃાણી અને અંબાણી જૂથની સંપત્તિની રેસમાં પણ અંતર વધ્યું છે. એક તરફ ગૌતમ અદૃાણીની સંપત્તિમાં જંગી ઉછાળો આવ્યો છે, તો બીજી તરફ રિલાયન્સના મુકેશ અંબાણીની નેટવર્થમાં ઘટાડો નોંધાયો છે. મુકેશ અંબાણીની સંપત્તિ ઇં૧.૧૧ અબજ ઘટીને હવે ઇં૯૦.૨ અબજ થઈ છે,