અમિત શાહે ટીએમસીના ગુંડાઓને આપી ધમકી
પશ્ર્ચિમ બંગાળમાં ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદૃાન થયું. આ વખતે મતદૃાને બધા રેકોર્ડ તોડ્યા છે કારણ કે ૯૨ ટકા આસપાસ મતદૃાન થયું છે. બંપર મતદૃાનથી ભાજપ ખુબ ઉત્સાહિત છે. મતોની ટકાવારીના વધારામાં જીત નજરે ચડી રહી છે. આ જ કારણ છે કે અમિત શાહના સૂરમાં પણ ધમકી રેલાઈ રહી છે. એક રોડ શો દૃરમિયાન અમિત શાહે કહૃાું કે પહેલા ફેઝમાં દૃીદૃીના ગુંડાઓ ઘરની બહાર નીકળ્યા નથી. હું ગુંડાઓને કહું છું કે બીજા ફેઝમાં પણ બહાર ન નીકળતા નહીં તો ૪ મે બાદૃ ઉલ્ટા લટકાવીને સીધા કરી દૃઈશું. અત્રે જણાવવાનું કે વિધાનસભા ચૂંટણીના પરિણામ ૪ મેના રોજ આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે પશ્ર્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં મધ્યમગ્રામમાં એક રોડનું નેતૃત્વ કર્યું. તેમણે કહૃાું કે તૃણમૂલ કોંગ્રેસની સરકારનું પતન નજીક છે. શાહે એક સજેલા વાહન પરથી જેસ્સોર રોડની બંને બાજુ ઊભેલા લોકોનું હાથ હલાવીને અભિવાદૃન કર્યું. અનેક લોકોએ નારંગી અને કેસરી રંગના ફુગ્ગા તથા કમળના ફૂલ પકડી રાખ્યા હતા.
પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભીડની તસવીર શેર કરતા અમિત શાહે કહૃાું કે મધ્યમગ્રામમાં રોડ શોમાં આ ભગવો રંગ બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારનો આક્રોશ છે. બદૃલો છે. તૃણમૂલ કોંગ્રેસ જઈ રહી છે. તેમણે કહૃાું કે તૃણમૂલ કોંગ્રેસના ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનો સૂરજ ડૂબી ગયો છે.
તમને જણાવી દૃઈએ કે મધ્યમગ્રામમાં બીજા તબક્કાના મતદૃાનમાં ૨૯ એપ્રિલના રોજ મત પડશે. મતગણતરી ૪થી મેના રોજ થશે. શાહે રોડશો દૃરમિયાન પત્રકારોને કહૃાું કે ભાજપ પશ્ર્ચિમ બંગાળમાં સત્તામાં આવશે તો એક પણ ઘૂસણખોરને ઘૂસવા નહીં દૃેવાય.