Jai Hind

શાસન વિરોધી જુવાળ કરતા મમતાના પ.બંગાળમાં અનેક પ્લસ પોઈન્ટ પણ છે

ભાજપ બહારી પાર્ટી: હિન્દુત્વ કરતા બંગાળની અસ્મિતા મહત્વની: મુસ્લીમ-મહિલાઓ મમતા સાથે જ રહ્યા છે

કોલકતા: પ.બંગાળમાં ‘જઈંછ’ પ્રક્રિયાના વિવાદ વચ્ચે યોજાયેલી ચુંટણીમાં જે રીતે ભારે મતદાન થયુ તેનાથી શું રાજયમાં દીદી શાસનનો અંત આવી રહ્યો છે તેવી ચર્ચા વધુ છે. ખુદ મતદારો પણ હવે પોતે ક્રાંતિ સર્જશે કે પછી ભાજપને ફરી ફાવવા દેશે નહી તે અંગે તા.4ના રોજ જ જાણી શકાશે તેવુ મહેસુસ કરે છે. તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ બન્ને વિશ્ર્વાસ વચ્ચે પણ થોડી ચિંતામાં છે. રાજયમાં છેલ્લા 15 વર્ષથતી મમતા બેનરજી સરકાર છે તેની શાસન વિરોધી અસર હોય તે સ્વાભાવિક છે. આ રાજય ગુજરાત કે તમિલનાડુ જેવો પણ વિકાસ કરી શકયુ નથી. જયારે વ્યાપાર-ઉદ્યોગમાં તે ભારતનું એક સમયે મોખરાનું રાજય હતું. બિહાર યુપીની જેમ અહી રાજય બહાર રોજગારની તલાશ માટે જનારાની સંખ્યા મોટી છે પણ મમતાએ પોતાની જે છબી બનાવી છે તેના કારણે તેઓ 15 વર્ષથી સતામાં છે તેની સામે કોઈ એવો બંગાળી ચહેરો નથી જે ભાજપને મમતા સામે સરસાઈ અપાવી શકે.
જીતની પુરી ચિંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જ કરી છે. જે ભાજપનો સૌથી મોટો પ્લસ કહો તો પ્લસ અને મમતા સામે ચહેરો નહી હોવા એ મોટો માઈનસ પોઈન્ટ પણ છે. વાસ્તવમાં અહી ભાજપને બહારી પક્ષનું લેબલ લગાવવામાં મમતા સફળ થાય તો અને તૃણમુલ કોંગ્રેસની પણ હાજરી મમતા બેનરજીને સરસાઈ આપે. મમતા સાથે મુસ્લીમો છે અને બૌદ્ધિક વર્ગ છે.
ભાજપનો ઘુસપેઠીયા મુદો ડર સિવાય કશુ નથી. હિન્દુત્વનો અહી મોટો ગજ વાગતો નથી તેની કરતા બંગાળી અસ્મિતા મજબૂત છે.