Jai Hind

વડાપ્રધાન મોદૃીએ વસ્તી ગણતરી અંગે વાત કરતા કહ્યું, હાલમાં દેશમાં એક મોટું અને મહત્વપૂર્ણ અભિયાન ચાલી રહૃાું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ મન કી બાતના ૧૩૩મા એપિસોડમાં દૃેશમાં ચાલી રહેલા વસ્તી ગણતરી અભિયાન વિશે મહત્વની જાણકારી આપી છે. આ ઉપરાંત તેમણે પવન ઊર્જા અને પરમાણુ ઊર્જા અંગે પણ અત્યંત મહત્વની વાત કહી છે. આ એપિસોડમાં તેમણે દૃેશની વૈજ્ઞાનિક શક્તિ પર ભારપૂર્વક સંદૃેશ આપ્યો છે.
વડાપ્રધાન મોદૃીએ વસ્તી ગણતરી અંગે વાત કરતા કહૃાું કે, હાલમાં દૃેશમાં એક મોટું અને મહત્વપૂર્ણ અભિયાન ચાલી રહૃાું છે, જેના વિશે દૃરેક નાગરિકને જાણવું જરૂરી છે. આ વસ્તી ગણતરી અભિયાન છે,
આ વખતે વસ્તી ગણતરી ૨૦૨૭ને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે. હવે બધી માહિતી ડિજિટલ માધ્યમથી સીધી રેકોર્ડ થશે, જેના કારણે પ્રક્રિયા વધુ ઝડપી અને પારદૃર્શક બનશે. આ ઉપરાંત,, હવે લોકો પોતે પણ વસ્તી ગણતરીની માહિતી ઓનલાઈન ભરી શકે છે.

હવે બધી માહિતી ડિજિટલ માધ્યમથી સીધી રેકોર્ડ થશે, જેના કારણે પ્રક્રિયા વધુ ઝડપી અને પારદૃર્શક બનશે

વડાપ્રધાન મોદૃીએ આ મુદ્દે આગળ કહૃાું કે, હવે નાગરિકો પોતે પણ પોતાની માહિતી ભરી શકશે. આ સુવિધા વસ્તી ગણતરી કરતા કર્મચારીઓ ઘરે આવે તે પહેલાં લગભગ ૧૫ દિૃવસ પહેલા શરૂ કરવામાં આવશે, જેથી લોકો પોતાની સુવિધા મુજબ સમય પસંદૃ કરી પોતે જ માહિતી આપી શકે. વડાપ્રધાન મોદૃીએ જણાવ્યું કે ફોર્મ ભર્યા પછી નાગરિકોને એક ખાસ ૈંડ્ઢ આપવામાં આવશે, જે તેમના મોબાઈલ અથવા ઈમેલ પર મોકલવામાં આવશે. પછી જ્યારે કર્મચારી ઘરે આવે, ત્યારે આ ૈંડ્ઢ દ્વારા માહિતીનું વેરિફિકેશન થઈ શકશે. આ વ્યવસ્થાને કારણે દૃેશની વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને વિશ્ર્વસનીય બનશે.
વડાપ્રધાન મોદૃીએ જણાવ્યું કે જે રાજ્યોમાં લોકો પોતે પોતાની માહિતી ભરી ચૂક્યા છે, ત્યાં હવે વસ્તી ગણતરીના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને યાદૃી બનાવવાનું કામ શરૂ કરી દૃીધું છે. અત્યાર સુધીમાં લગભગ ૧.૨ કરોડ પરિવારોનું આ કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત તેમણે ખાતરી આપી છે કે, લોકો જે માહિતી આપશે, તે સંપૂર્ણપણે સુરક્ષિત અને ગુપ્ત રહેશે. આ માહિતી મજબૂત ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા હેઠળ સુરક્ષિત રાખવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની માહિતી લીક ન થાય.પીએમ મોદૃીએ એક વધુ મહત્વની વાત જણાવતા કહૃાું કે, આજે તેઓ એવી શક્તિ વિશે વાત કરવા માંગે છે, જે દૃેખાતી નથી, પણ જેના વિના જીવન એક ક્ષણ પણ શક્ય નથી. આ શક્તિ છે પવન ઊર્જા.
વડાપ્રધાન મોદૃીએ જણાવ્યું કે ભારતે આ ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હવે દૃેશની પવન ઊર્જા ઉત્પાદૃન ક્ષમતા ૫૬ ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદૃીના જણાવ્યા મુજબ, આ સિદ્ધિ સાથે ભારત દૃુનિયામાં પવન ઊર્જા ક્ષમતા મામલે ચોથા ક્રમે પહોંચી ગયું છે.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે થોડા દિૃવસ પહેલા દૃેશના પરમાણુ વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, જેના કારણે સમગ્ર દૃેશને ગૌરવ અનુભવાયો છે. તમિલનાડુના કલપક્કમમાં આવેલા ફાસ્ટ બ્રીડર રિએક્ટરે ક્રિટિકલિટી હાંસલ કરી છે. પીએમ મોદૃીએ સમજાવ્યું કે તેનો અર્થ એ છે કે હવે આ રિએક્ટરના ઓપરેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે આને ભારતના પરમાણુ ઊર્જા સફરમાં ઐતિહાસિક માઈલસ્ટોન ગણાવ્યો. તેમણે એ પણ કહૃાું કે આ રિએક્ટર સંપૂર્ણપણે સ્વદૃેશી ટેક્નોલોજીથી બનાવાયું છે, એટલે તેમાં કોઈ વિદૃેશી ટેક્નોલોજીનો ઉપયોગ થયો નથી. વડાપ્રધાન મોદૃીએ આને ભારતની વૈજ્ઞાનિક શક્તિ અને આત્મનિર્ભરતાની મોટી સફળતા ગણાવી છે.