Jai Hind

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદૃો : આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પણ કોર્ટ આરોપીને સરન્ડરનો આદૃેશ ન આપી શકે

દૃેશની સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અને કોર્ટના અધિકારક્ષેત્રને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહૃાું છે કે કોઈપણ આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દૃેવી એ કોર્ટનો અધિકાર છે. જો કે અરજી ફગાવતી વખતે કોર્ટ પાસે એ શક્તિ નથી કે તે આરોપીને સંબંધિત ટ્રાયલ કોર્ટ (નીચલી કોર્ટ) સામે આત્મસમર્પણ(સરન્ડર) કરવાનો નિર્દૃેશ આપે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે એક કેસની સુનાવણી દૃરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ મામલો છેતરિંપડી અને બનાવટના આરોપી એક વ્યક્તિ દ્વારા દૃાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન (જીન્ઁ) સાથે જોડાયેલો હતો. ખંડપીઠે સુનાવણી દૃરમિયાન ન્યાયિક સીમાઓ વિશે વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહૃાું કે જો કોર્ટ આગોતરા જામીન ફગાવવા માંગતી હોય, તો તે કરી શકે છે. પરંતુ કોર્ટ પાસે એ કહેવાનો કોઈ કાયદૃાકીય અધિકાર નથી કે અરજદૃારે અનિવાર્યપણે સરન્ડર (આત્મસમર્પણ) કરવું જ પડશે.
આ સમગ્ર મામલો ઝારખંડ હાઈકોર્ટના એક જૂના આદૃેશથી ઉવ્યો હતો. હાઈકોર્ટે જમીન વિવાદૃ સંબંધિત એક કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દૃીધી હતી. અરજી ફગાવવાની સાથે જ હાઈકોર્ટે આરોપીને નિર્દૃેશ આપ્યો હતો કે તે નીચલી કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરે અને નિયમિત જામીન માટે અરજી કરે. રિપોર્ટ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદૃ નોંધાવવામાં આવી હતી. જેમાં આરોપી પર ભારતીય દૃંડ સંહિતા (ૈંઁઝ્ર)ની વિવિધ ગંભીર કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા.ણ લાવી શકે નહીં.