Jai Hind

આંધ્રપ્રદૃેશમાં છેલ્લા કેટલાક દિૃવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ

માંગમાં ૫૦% થી વધુનો ઉછાળો પેનિક બાિંયગ મુખ્ય કારણ

આંધ્રપ્રદૃેશમાં છેલ્લા કેટલાક દિૃવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. પશ્ર્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસર હવે ગ્રાઉન્ડ લેવલ પર દૃેખાવા લાગી છે. રાજ્યના ૪૫૧૦ પેટ્રોલ પંપોમાંથી અંદૃાજે ૪૨૧ પંપો સ્ટોકના અભાવે કામચલાઉ ધોરણે બંધ કરી દૃેવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
રાજ્યમાં ઇંધણની કટોકટી વચ્ચે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રવિવારે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મુંબઈથી અમરાવતી પરત ફરતા પહેલા જ તેમણે મુખ્ય સચિવ સાઈ પ્રસાદૃ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ટેલિફોનિક કોન્ફરન્સ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઝ્રસ્ એ જિલ્લા કલેક્ટરો અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓને ખાસ કરીને એક્વાકલ્ચર સેક્ટરમાં ઇંધણની સપ્લાય ખોરવાય નહીં તે માટે તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવા સૂચના આપી છે.
અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, સપ્લાયમાં અડચણોની અફવાને કારણે લોકો જરૂરિયાત કરતા વધુ ઇંધણ ભરાવી રહૃાા છે.