Jai Hind

બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીતના નિર્દૃેશ

પાંચ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર

કેરળમાં ૧૦ વર્ષ બાદૃ કોંગ્રેસ ગઠબંધનની સરકાર: તામિલનાડુમાં ડીએમકેન્ો ફરી સત્તા

પશ્ર્ચિમ બંગાળ,તમિલનાડુ, આસામ, કેરલમ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતદૃાનના તમામ તબ્બકા પૂર્ણ થયા બાદૃ હવે એક્ઝિટ પોલ તારણ સામે આવવાનું શરૂ થયું છે. જે મતદૃાન પછી જનતાના વલણની અંદૃાજિત તસવીર રજૂ કરે છે. જો કે અંતિમ પરિણામો ૪ મે ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવશે. આસામમાં ફરીથી ભાજપની બમ્પર જીત થઈ શકે જ્યારે ૭માંથી પાંચ એક્ઝિટ પોલમાં પશ્ર્ચિમ બંગાળમાં મમતા બ્ોનરજીનો ટીએમસીનો ગઢ તોડીન્ો ભાજપ પ્રથમ વાર સરકાર બનાવે ત્ોવા સંકેતો મળે છે.
આજતક, એક્સિય માય ઇન્ડિયાના અનુમાન મુજબ આસામમાં ભાજપને ૮૮ થી ૧૦૦ બેઠકો, જ્યારે કોંગ્રેસને ૨૪-૩૬ બેઠકો તેમજ અન્યને ૦ થી ૩ બેઠકો મળી શકે છે.
એક્ઝિટ પોલ માત્ર અનુમાન હોય છે, અસલી પરિણામો નથી. ઘણીવાર આ અનુમાન સાચા પડે છે અને ઘણીવાર ખોટા પણ સાબિત થાય છે, તેથી અંતિમ અને અસલી પરિણામો ૪ મેના રોજ મતગણતરીના દિૃવસે જ સ્પષ્ટ થશે. આ રીતે એક્ઝિટ પોલ લોકોને ચૂંટણી પછી એક શરૂઆતી ચિત્ર જરૂર આપે છે, પરંતુ અસલી નિર્ણય મતગણતરી પછી જ સામે આવે છે.
પશ્ર્ચિમ બંગાળ, કુલ ૨૯૪ વિધાનસભા બેઠકો, બહુમતી માટે ૧૪૮ બેઠકોની હોય છે જરૂર
જો બેઠકોની વાત કરીએ તો પશ્ર્ચિમ બંગાળમાં કુલ ૨૯૪ વિધાનસભા બેઠકો છે. કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી ૧૪૮ બેઠકોની જરૂર હોય છે.