રાજનાથ િંસહે પાકિસ્તાનને આતંકવાદૃનું કેન્દ્ર ગણાવ્યું
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહે ગુરુવારે (૩૦ એપ્રિલ) ઓપરેશન િંસદૃૂરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, નવી દિૃલ્હીએ પાકિસ્તાનમાં આતંકવાદૃી કેમ્પો નષ્ટ કરવા માટે હાથ ધરાયેલું ઓપરેશન િંસદૃૂર સ્વેચ્છાએ અને પોતાની શરતો પર રોકી દૃીધું હતું. તેમણે કહૃાું કે, જો જરૂર પડી હોત તો ભારત લાંબી લડાઈ માટે સંપૂર્ણ રીતે તૈયાર હતું. એએનઆઈ નેશનલ સિક્યોરિટી સમિટ ૨.૦માં સંબોધન કરતા રાજનાથ િંસહે કહૃાું કે, ઓપરેશન રોકવાનો નિર્ણય ભારતની ક્ષમતા ન હોવાને કારણે નહીં, પણ વ્યૂહાત્મક રીતે લેવામાં આવ્યો હતો. તેમણે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદૃનું કેન્દ્ર ગણાવ્યું અને આતંકવાદૃના વિચારધારા અને રાજકીય આધારને જડમૂળથી નાબૂદૃ કરવાની જરૂરિયાત પર ભાર પણ મૂક્યો હતો.
તેમણે કહૃાું કે, ઓપરેશન િંસદૃૂર આપણા ત્રણેય સેનાની એકતાનું ઉત્તમ ઉદૃાહરણ છે. આર્મી, નેવી અને એરફોર્સ એકસાથે અને એક જ યોજના હેઠળ કામ કરી રહી હતી. ભારતની સૈન્ય શક્તિ હવે અલગ-અલગ નહીં, પણ સંયુક્ત અને વૈશ્ર્વિક શક્તિ બની છે. એટલે જ અમે ઓપરેશન પણ પોતાની શરતો અને સમય પર શરૂ કર્યું અને પોતાની શરતો પર જ પૂરું કર્યું હતું.