પશ્ર્ચિમ બંગાળમાં પચાસથી વધુ રેલીઓ અને રોડ શો કરીને લગભગ પંદૃર દિૃવસના પ્રવાસ પછી દિૃલ્હી પહોંચતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે મિશન પંજાબની તૈયારી શરૂ કરી દૃીધી છે. તેઓ હવે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી સુધી દૃર મહિને રાજ્યનો પ્રવાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પૂરી થતાં જ અમિત શાહે હવે પંજાબ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર પ્રદૃેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની સાથે પંજાબમાં પણ વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. બાકીના ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે, પરંતુ પંજાબમાં ભાજપ પોતાની જમીન મજબૂત કરવાના રસ્તા શોધી રહી છે. આ જ કારણે ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહે હવે પંજાબ પર ફોકસ કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહનું મિશન પંજાબ મે મહિનાથી શરૂ થઈ જશે. તેઓ મે મહિનામાં પંજાબનો પ્રવાસ કરશે. આ દૃરમિયાન રાજ્યભરમાં ડ્રગ્સ વિરુદ્ધ ભાજપની જાગૃતિ યાત્રાઓ શરૂ કરવામાં આવશે. ભાજપે ડ્રગ્સને મોટો મુદ્દો બનાવીને રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. એક ભાજપ નેતાના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટી પંજાબ સાથે સમગ્ર દૃેશમાં ડ્રગ્સ વિરુદ્ધ યુદ્ધ છેડી રહી છે અને આ યુદ્ધની શરૂઆત પંજાબથી જ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહ લાંબા સમયથી પંજાબમાં ડ્રગ્સ વિરુદ્ધ યાત્રા કાઢવાની યોજના પર કામ કરી રહૃાા છે. વર્ષ ૨૦૧૬માં જ્યારે ભાજપ-અકાલી ગઠબંધન સરકાર હતી, ત્યારે પણ પાર્ટી અધ્યક્ષ તરીકે તેઓએ આ યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અંદૃરના કારણોસર તે સમયે તેને મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે ફરી એક વાર અમિત શાહ ડ્રગ્સને મોટો મુદ્દો બનાવીને આમ આદૃમી પાર્ટીની સરકારને આ મુદ્દે ઘેરવાની રણનીતિ તૈયાર કરી રહૃાા છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદૃમી પાર્ટીએ ડ્રગ્સને મોટો મુદ્દો બનાવ્યો હતો અને તેની જીતમાં આને પણ મોટું કારણ માનવામાં આવ્યું હતું. પરંતુ વિરોધી પક્ષોનો આરોપ છે કે આપ સરકાર આ મોરચે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે.