મિડલ ઇસ્ટમાં સંઘર્ષ વચ્ચે આર્થિક મોરચે ભારતનો શાનદૃાર દૃેખાવ
ગત વર્ષે એપ્રિલ ૨૦૨૫ના ૨.૨૩ લાખ કરોડ જીએસટી કલેકશનની તુલનામાં આ વર્ષે ૮.૭ ટકાના નોંધપાત્ર વધારા સાથે ઐતિહાસિક સ્તરે
જ્યારે આખું વિશ્ર્વ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે આર્થિક મંદૃીની આશંકા સેવી રહૃાું છે, ત્યારે ભારતે આર્થિક મોરચે શાનદૃાર પ્રદૃર્શન કર્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, એપ્રિલ ૨૦૨૬માં ભારતનું કુલ જીએસટી (ય્જી્) કલેક્શન ૨.૪૩ લાખ કરોડના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. આ આંકડો ભારતીય અર્થતંત્રની મજબૂત ગતિ અને વ્યવસાયિક સ્થિરતાનો પુરાવો આપે છે.
ગયા વર્ષે એટલે કે એપ્રિલ ૨૦૨૫માં ય્જી્ કલેક્શન ૨.૨૩ લાખ કરોડ નોંધાયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે ૮.૭%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રીફંડની ચૂકવણી બાદૃ જો ચોખ્ખી ય્જી્ આવકની વાત કરીએ તો તે ૨.૧૧ લાખ કરોડ રહી છે, જે ગયા વર્ષ કરતા ૭.૩% વધુ છે. નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં જે કલેક્શન થાય છે તે વાસ્તવમાં માર્ચ મહિનાની આર્થિક પ્રવૃત્તિઓ દૃર્શાવે છે.ડેટાના વિશ્લેષણ મુજબ, આ વર્ષે કુલ વૃદ્ધિમાં વિદૃેશી વેપારનો ફાળો ઘણો મોટો રહૃાો છે. આયાત પરના ય્જી્માંથી થતી આવકમાં ૨૫.૮%નો મોટો ઉછાળો આવ્યો છે, જે વધીને ૫૭,૫૮૦ કરોડ થઈ છે. જ્યારે સ્થાનિક વ્યવહારોમાંથી થતી આવક વાર્ષિક ધોરણે ૪.૩% વધીને ૧.૮૫ લાખ કરોડ નોંધાઈ છે. આ આંકડા સૂચવે છે કે સ્થાનિક માંગની સાથે સાથે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ વેગ પકડી રહૃાો છે.
આ રેકોર્ડબ્રેક કલેક્શન એવા સમયે આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ’ભડકો’ થયો છે. ૩૦ એપ્રિલ સુધીમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ઇં૧૨૬ ને પાર કરી ગયું હતું. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકેબંધી અને સપ્લાય ચેઈનમાં અવરોધ છતાં ભારતની આર્થિક પ્રગતિ વણથંભી રહી છે.
સરકાર દ્વારા રીફંડની પ્રક્રિયામાં પણ તેજી જોવા મળી છે. કુલ રીફંડ ૧૯.૩% વધીને ૩૧,૭૯૩ કરોડ ચૂકવવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, નવા નાણાકીય વર્ષની આ શરૂઆત અત્યંત આશાસ્પદૃ છે અને તે આગામી સમયમાં ભારતની ય્ડ્ઢઁ વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ રેકોર્ડ કલેક્શનથી સરકારને વિકાસલક્ષી યોજનાઓ માટે વધુ નાણાકીય બળ મળશે.