ઈરાન યુદ્ધના કારણે ક્રુડતેલ-ગેસના વધેલા ભાવ તથા આયાતમાં હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી પુરવઠાને પણ થઈ રહેલી અસર વચ્ચે કેન્દ્ર સરકારે કોમર્શિયલ ગેસ સિલીન્ડર જે 19 કિલોમાં આવે છે તેના ભાવમાં તોતીંગ રૂા.993 પ્રતિ સીલીન્ડર કરતા નાના-મોટા વ્યાપારને મોટી અસર થશે. ચુંટણીમાં મતદાન પછી સરકાર ધડાધડ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારશે તેવી દહેશત લાંબા સમયથી હતી તેમાં આજે 19 કિલોના ગેસ સિલીન્ડર જે ખાસ વ્યાપારી-ઉપયોગ માટે સપ્લાય કરવામાં આવે છે તેના ભાવ રૂા.993 વધારતા હવે આ સિલીન્ડરના નવા ભાવ દિલ્હીમાં રૂા.3071.50 થયા છે અને દેશભરમાં આ પ્રકારે ઉંચા ભાવ આ મુજબ વસુલાશે તો હીજરતી મજુરોના નામે સરકારે અગાઉ આંસુ પાડયા હતા તે ચુંટણી પુરતા હતા તે નિશ્ર્ચિત થયુ છે. ગરીબ લોકો જેમાં કાયમી રીતે મોંઘા રાંધણગેસનો ઉપયોગ કરી શકતા નથી તેઓના પાંચ કિલોના સિલીન્ડરના ભાવમાં પણ પ્રતિ સિલીન્ડર રૂા.261નો ભાવ વધારો કરતા ગરીબ-મજદુરો પર મોટો માર પડશે. 19 કિલોના સિલીન્ડરનો ભાવવધારો હોટેલ, રેસ્ટોરા, નાના રોડસાઈડ- નાસ્તાની લારીઓના વ્યાપાર, લગ્ન સહિતના સમારોહમાં મોટો માર પડશે જેનાથી ખાવા-પીવાનું મોંઘુ થશે. સરકારે ઘરેલુ વપરાશના 14.2 કિલોના ગેસ સીલીન્ડર તથા વિમાની ઈંધણના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. કોમર્શિયલ ગેસના ભાવમાં દર મહીને સરકાર સમીક્ષા કરે છે પણ ઈરાન યુદ્ધ બાદ તે સતત વધતા રહે છે તથા તેના પુરવઠાની સ્થિતિ પણ ચિંતાજનક છે.અનેક ઔદ્યોગીક એકમો પણ આ 19 કિલોના ગેસનો વપરાશ કરે છે તેથી હવે આ તોતીંગ વધારો તમામ ભાવવધારા કરશે. ‘છોટુ’ તરીકે ઓળખાતા 5 કિલોના ગેસ સીલીન્ડર બજારમાં વેચાય છે તેના મુખ્ય ગ્રાહક ગરીબ-પ્રવાસી મજુરો છે જેઓ કાયમી રહેણાંક કે કનેકશન ધરાવતા નથી. તેઓ પોતાનું આધારકાર્ડ દર્શાવીને આ સિલીન્ડર મુક્ત રીતે મેળવે છે તેના ભાવવધારો હાલ અનેક ઉદ્યોગો જે રીતે બંધ થયા છે તેથી ઘટેલી રોજગારી આ વધારો અસહ્ય બની જશે.