NCBએ ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દૃાફાશ
દૃેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોકેઈનનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્)ની ટીમે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને કોકેઈનનો ૩૪૯ કિલોગ્રામનો આ જથ્થો જપ્ત કર્યો છે. એક અંદૃાજ મુજબ, દ્ગઝ્રમ્ દ્વારા જપ્ત કરવામાં આવેલા કોકેઈનના જથ્થાની બજારમાં અંદૃાજિત િંકમત આશરે ૧૭૭૫ કરોડ આંકવામાં આવી છે. નશીલા પદૃાર્થનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું અને તે ક્યાં જવાનો હતો, તે હાલ તપાસનો વિષય છે. નશાનો આટલો મોટો જથ્થો જોઈને દ્ગઝ્રમ્ની ટીમ પણ ચોંકી ગઈ હતી. દ્ગઝ્રમ્નું કહેવું છે કે, કોકેઈનની જપ્તીની સાથે જ ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પણ પર્દૃાફાશ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ડ્રગ્સની જપ્તી અને રેકેટનો પર્દૃાફાશ કરવા બદૃલ દ્ગઝ્રમ્ને અભિનંદૃન પાઠવ્યા છે.દ્ગઝ્રમ્ની સફળતા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઠ પર પોસ્ટ શેર કરીને ટીમને અભિનંદૃન આપ્યા છે. સાથે જ તેમણે નશાની તસ્કરી વિરુદ્ધ સખત કાર્યવાહી ચાલુ રાખવાનો સંકલ્પ દૃોહરાવ્યો છે. તેમણે જણાવ્યું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્)એ મુંબઈમાં મોટી કાર્યવાહી કરતા ૩૪૯ કિલો હાઈ-ગ્રેડ કોકેઈન જપ્ત કરી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં િંકમત આશરે ૧૭૪૫ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અમિત શાહના જણાવ્યા મુજબ, આ ઓપરેશન એજન્સીના બોટમ-ટુ-ટોપ એપ્રોચનું ઉદૃાહરણ છે, જેમાં એક નાના કન્સાઈનમેન્ટમાંથી કડી મેળવીને સમગ્ર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દૃાફાશ કરવામાં આવ્યો છે. તેમણે આ સફળતા બદૃલ દ્ગઝ્રમ્ની ટીમને અભિનંદૃન આપતા કહૃાું કે, સરકાર ડ્રગ કાર્ટેલને જડમૂળથી ખતમ કરવા માટે કટિબદ્ધ છે.આ પહેલા મુંબઈ પોલીસે ડ્રગ તસ્કરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા એક પૂર્વ બાર ડાન્સરની ધરપકડ કરી હતી. પોલીસને આરોપી પાસેથી આશરે ૬ કરોડ રૂપિયાની ૫,૦૦૦ સ્ડ્ઢસ્છ (એક્સ્ટસી) ગોળીઓ મળી આવી હતી.