બંગાળમાં ચૂંટણીની મતગણતરી પહેલા TMCને ફટકો
દ્ગૈંછએ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને સમન્સ પાઠવ્યું છે
પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે વોિંટગ બાદૃ હવે મતગણતરીનો વારો છે. તે પહેલા પ્રદૃેશમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર) માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પશ્ર્ચિમ બંગાળના માલદૃા જિલ્લાના મોથાબાડીમાં ન્યાયિક અધિકારીઓના કથિત ઉત્પીડન અને બંધક બનાવવાના મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ)એ તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતાઓને પૂછપરછ માટે તેડાવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સંબંધિત નેતાઓને આજે એટલે કે ૩ મે, ૨૦૨૬ના રોજ કાલિયાચક પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત રહેવા નિર્દૃેશ આપવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદૃ વિસ્તારમાં તણાવનો માહોલ બની ગયો છે. તમને જણાવી દૃઈએ કે, આ મામલે અત્યાર સુધી ૫૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
મળતી માહિતી મુજબ, સુજાપુર વિધાનસભા મતવિસ્તારના તૃણમૂલ ઉમેદૃવાર સબીના યાસ્મિનના ચૂંટણી એજન્ટ અબ્દૃુલ રહેમાનને પણ નોટિસ જારી કરવામાં આવી છે. અબ્દૃુલ રહેમાન માલદૃા જિલ્લા પંચાયતના વન અને જમીન વિભાગમાં અધિક્ષક પદૃ પર કાર્યરત છે. આ ઉપરાંત કાલિયાચક બ્લોક-૧ના તૃણમૂલ અધ્યક્ષ મોહમ્મદૃ સારિઉલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અધિકારીઓએ તમામને ૩ મે રવિવાર સાંજ સુધીમાં પોલીસ સ્ટેશન પહોંચવા નિર્દૃેશ આપ્યો છે.
નોંધનીય છે કે, આ મામલો તે ઘટના સાથે જોડાયેલો છે, જેમાં ગયા મહિને કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નિયુક્ત ન્યાયિક અધિકારી મતદૃાર યાદૃીના વિશેષ ગહન પુનરીક્ષણ (જીૈંઇ) હેઠળ નામોની ચકાસણી કરી રહૃાા હતા. આ દૃરમિયાન મોથાબાડીમાં કેટલાક લોકોએ તેમને ઘેરી લીધા અને લગભગ ૯ કલાક સુધી ‘બંધક બનાવીને રાખ્યા હતા. આરોપ છે કે, આ દૃરમિયાન અધિકારીઓ સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે, જે લોકોના નામ જીૈંઇ યાદૃીમાંથી હટાવવામાં આવ્યા હતા, તેમના એક વર્ગે આ વિરોધ પ્રદૃર્શનને અંજામ આપ્યો હતો.