Jai Hind

ECએ કહૃાું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું બંગાળમાં ૯૩ ટકા વોિંટગ છતાં ફાલ્ટા બેઠક પર ફરી થશે મતદાન

૨૧ મે ૨૦૨૬ ના રોજ ફરીથી મતદૃાન યોજાશે

પશ્ર્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર ૨૯ એપ્રિલના રોજ થયેલા મતદૃાન દૃરમિયાન લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન અને ગંભીર ચૂંટણી અપરાધોની ઘટનાઓ સામે આવી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે આખી બેઠક પર નવેસરથી મતદૃાન કરાવવાનો નિર્ણય લીધો છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આદૃેશ મુજબ ફાલ્ટા બેઠક માટે નવું શેડ્યૂલ અનુસાર સહાયક મતદૃાન મથકો સહિત તમામ ૨૮૫ મથકો પર ફરીથી મતદૃાન થશે. ૨૧ મે ૨૦૨૬ ના રોજ ફરીથી મતદૃાન યોજાશે. સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદૃાન થશે. આ બેઠક માટે ૨૪ મે ના રોજ મતગણતરી કરવામાં આવશે.
દૃક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના આ મતવિસ્તારમાં ૨૯ એપ્રિલના મતદૃાન બાદૃ સ્થાનિક લોકોએ વ્યાપક વિરોધ પ્રદૃર્શન કર્યા હતા. ખાસ કરીને હાસીમનગર ગામમાં તણાવ વધ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ગ્રામીણો અને ભાજપના સમર્થકોએ રસ્તા જામ કરીને સુરક્ષા અને ફરીથી મતદૃાનની માંગ કરી હતી. લોકોના આક્રોશ અને સુરક્ષાની માંગ બાદૃ ઝ્રઇઁહ્લ ના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતા. પશ્ર્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આઝાદૃી પછીનું સૌથી વધુ, અંદૃાજે ૯૩ ટકા જેટલું સરેરાશ મતદૃાન નોંધાયું છે. અગાઉ ૨૦૧૩ માં ત્રિપુરામાં ૯૧.૮૨ ટકા મતદૃાનનો રાષ્ટ્રીય રેકોર્ડ હતો.
રાજ્યની અન્ય બેઠકો માટે ૪ મે ના રોજ મતગણતરી થવાની છે અને પરિણામો પણ તે જ દિૃવસે જાહેર થશે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે આ વખતે પશ્ર્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનનો અંત અને સત્તા પરિવર્તનની આગાહી કરી છે.