દિૃલ્હી-યુપી સહિત ૧૫ રાજ્યોમાં આંધી તોફાનના એલર્ટ વચ્ચે
ભારે વરસાદૃ અન્ો વાવાઝોડાની ચપ્ોટમાં આવતા સ્ોંકડો વૃક્ષો ધરાશાયી
મધ્યપ્રદૃેશના ૧૫ જિલ્લામાં વરસાદૃ-કરાવૃષ્ટિ: રાજસ્થાનના ૧૧ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદૃનું યલો એલર્ટ
દૃેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં આવેલા પલ્ટા સાથે છેલ્લા ૨૪ કલાકમાં હરિયાણા, ઉત્તર પ્રદૃેશ, બિહાર અને ઉત્તરાખંડમાં પ્ાૂર્વત્તર રાજ્યોમાં વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદૃન્ો કારણે ખાસ કરીન્ો ઉત્તર પ્રદૃેશમાં અને બિહારમાં ૩૧થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં બિહારમાં સોમવારે વીજળી પડવાથી ૭ બાળકો સહિત ૨૬ લોકોના મોત થયા હતા. બ્ો મહિલાઓ દૃાઝી ગઇ હતી. સ્ોંકડો વૃક્ષો અને થાંભલા ધરાશાયી થયા હતા અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા.
રાજસ્થાનના ઉત્તર-પશ્ર્ચિમ ભાગમાં ચક્રવાત બનવાથી દૃેશના મોટા ભાગમાં હવામાન બદૃલાઈ ગયું છે. દૃક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદૃેશથી લઈને તમિલનાડુ સુધી વાદૃળોનો લાંબો ટ્રફ બનેલો છે, જેના કારણે ઉત્તર, મધ્ય અને દૃક્ષિણ ભારતમાં વરસાદૃની અસર છે.
છેલ્લા ૨૪ કલાકમાં પણ બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદૃેશ, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદૃ થયો છે. યુપીમાં વાવાઝોડા-વરસાદૃના કારણે ૮ લોકોનાં મોત થયા છે. પીલીભીતમાં ઈંટ-ભઠ્ઠાની ૧૦૦ ફૂટ ઊંચી ચીમની ધરાશાયી થઈ ગઈ. ગાઝીપુરમાં કાચા મકાનની દૃીવાલ ધરાશાયી થઈ ગઈ.
બિહારમાં સોમવારે ૨૨ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદૃ થયો. વીજળી પડવાથી ૭ બાળકો સહિત ૨૩ લોકોનાં મોત થયા. ૨ મહિલાઓ દૃાઝી ગઈ. આજે ૧૮ જિલ્લાઓમાં ભારે વરસાદૃનું એલર્ટ છે. બિહાર અન્ો ઉત્તર પ્રદૃેશમાં વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદૃના કારણે ૩૧થી વધુ લોકોના મોત થયા છે.
મધ્યપ્રદૃેશમાં વરસાદૃ અને વાવાઝોડા જેવી સ્થિતિ છે.૧૫ જિલ્લામાં વરસાદૃ અને કરાનો પ્રભાવ રહૃાો. ઘણી જગ્યાએ ભારે પવન પણ ફૂંકાયો. હવામાન વિભાગે આજે ભોપાલ સહિત ૩૯ જિલ્લામાં ભારે પવન અને વરસાદૃનું એલર્ટ જાહેર કર્યું છે.
રાજસ્થાનમાં વાવાઝોડું, વરસાદૃ અને કરા પડવાને કારણે એક દિૃવસમાં તાપમાનમાં ૮ સ્ોન્ટિગ્રેટ તાપમાનનો ઘટાડો થયો. જયપુર, અલવર, સીકર, પિલાની સહિત અનેક શહેરોનું મહત્તમ તાપમાન સોમવારે ૩૫ સ્ોન્ટિગ્રેટ તાપમાન થી ઓછું રહૃાું. ૫ અને ૬ મેના રોજ પણ રાજ્યના ૧૧ જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદૃનું યલો એલર્ટ છે.આ વચ્ચે હવામાન વિભાગે ફરીથી દૃેશના અનેક રાજ્યોમાં આંધી અને તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. ૈંસ્ડ્ઢ મુજબ ૫ મેના રોજ દિૃલ્હી, ઉત્તર પ્રદૃેશ, બિહાર, ઝારખંડ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદૃેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, તમિલનાડુ અને કેરળ સહિત ૧૫ રાજ્યોમાં ભારે વરસાદૃ અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ દૃરમિયાન ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.દિૃલ્લી-દ્ગઝ્રઇમાં આજે એટલે કે ૫ મેના રોજ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. આકાશમાં વાદૃળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદૃ પડી શકે છે. આજે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી રહી શકે છે.૬ મેના રોજ આંશિક વાદૃળછાયું વાતાવરણ રહેશે અને વીજળી ચમકવાની શક્યતા છે. આ દિૃવસે મહત્તમ તાપમાન વધીને ૩૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે અને લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી રહેશે.
ઉત્તર પ્રદૃેશમાં પણ ૫ મેના રોજ અનેક જિલ્લાઓમાં આંધીઅ-તોફાનનું એલર્ટ છે. મેરઠ, અલીગઢ, મોરાદૃાબાદૃ, બલરામપુર, બસ્તી, આઝમગઢ, કુશીનગર, બદૃાયૂં, પ્રતિાપગઢ, અમેઠી, કાનપુર, જૌનપુર, પ્રયાગરાજ, મિર્ઝાપુર અને વારાણસીમાં ભારે વરસાદૃ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. આ દૃરમિયાન ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. લખનઉમાં આજે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી રહેશે.
હિમાચલ પ્રદૃેશના ઘણા જિલ્લાઓમાં વરસાદૃનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાંગડા, માંડી, સોલન, કુલ્લુ, શિમલા, ચંબા અને હમીરપુરમાં મધ્યમથી ભારે વરસાદૃની શક્યતા છે. આ દૃરમિયાન ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ૫ મેના રોજ મનાલીમાં મહત્તમ તાપમાન ૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઈનસ ૨ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.