પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદૃ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, તેઓ ચૂંટણી હાર્યા જ નથી, પરંતુ ૧૦૦ મતવિસ્તારોમાં મત “લૂંટાયા” છે. મમતા બેનર્જીએ કહૃાું કે, ’અમારી લડાઈ ફક્ત ભાજપ સામે નથી, પરંતુ અમારે ચૂંટણી પંચ સામે પણ લડવું પડ્યું હતું. ચૂંટણી પંચનું વર્તન સંપૂર્ણપણે પક્ષપાતીભર્યું હતું અને લોકશાહીની હત્યા કરવામાં આવી છે.’ મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કહૃાું કે, ’હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં.’મમતા બેનર્જીએ કહૃાું કે, ’મારે લોકભવન કેમ જાઉં જોઈએ? જો મારે શપથ લેવાના હોત તો હું જાત. તેઓએ કબજો કરી લીધો છે. શું તમને લાગે છે કે હું રાજીનામું આપી દૃઉં? હું નહીં જાઉં. હું રસ્તા પર હતી અને રસ્તા પર જ રહીશ. બે ફેઝમાં ચૂંટણી થયા બાદૃ તેઓએ અમારા લોકોની અટકાયત કરવાનું શરૂ કરી દૃીધુ અને અધિકારીઓના ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું. ચૂંટણીમાં ભાજપ પોતાની જ પાર્ટીના બ્યૂરોક્રેટ્સને લઈને આવ્યા.’ઇન્ડિયા ગઠબંધનની વાત કરતાં મમતાએ કહૃાું, ’મેં આ પહેલાં ક્યારેય આવી ચૂંટણી જોઈ નથી. મેં ૨૦૦૪માં પણ આવા અત્યાચાર જોયા નહોતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેનથી લઈને વ્યાપક ૈંદ્ગડ્ઢૈંછ ગઠબંધનના સભ્યો સુધીના નેતાઓએ મારી સાથે વાત કરી છે. અખિલેશ યાદૃવ કાલે આવી રહૃાા છે.’ તેમણે વધુ કહૃાુ કે, ’અમે નિર્ણય લીધો છે કે અમે એક્શન લઈશું. જેમાં અમે ૧૦ સદૃસ્યોની સાથે એક ફાઈન્ડિંગ કમિટી તૈયાર કરીશું. આ કમિટીના સભ્યો વિવિધ વિસ્તારોમાં જઈને લોકોની મુલાકાત કરશે. અમારા કાર્યાલય પર કબજો કરાયો અને અમારી પાર્ટીના કાર્યકર્તાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહૃાો છે.