Jai Hind

આગામી વર્ષે હવે અખિલેશ યાદવ- અરવિંદ કેજરીવાલ ટાર્ગેટ

મમતા-સ્ટાલીનનો પરાજય વિપક્ષી એકતાને મોટો ફટકો

કેરળમાં વિજયથી પણ રાહુલ ગાંધી કે કોંગ્રેસને અન્ય રાજયોમાં મજબૂતાઈ નહી આપે

નવી દિૃલ્હી: પાંચ રાજયોમાં ચુંટણી પરિણામોના પગલે એક તરફ ભાજપે પ.બંગાળમાં પ્રચંડ અને આસામ-પુંડુચેરીમાં અપેક્ષિત વિજય મેળવ્યો છે. તામિલનાડુમાં તથા પ.બંગાળમાં શાસક મુખ્યમંત્રીઓ તો ખુદૃના પરાજય અને તેમના પક્ષે સતા ગુમાવી છે તો કેરળમાં કોંગ્રેસ નેતૃત્વની યુડીએફ સતામાં આવી છે.
આ તમામ ફેરફારોમાં હવે ઈન્ડીયા’ ગઠબંધનનું ભાવિ શું તે પ્રશ્ર્ન યથાવત રહૃાો છે. ભાજપે દૃેશમાં ૨૨માં રાજયોમાં એનડીએ સરકાર સ્થાપીને હવે આગામી વર્ષે યોજાનારી ધારાસભા ચુંટણી માટે પણ એક તાકાત મેળવી છે અને વિપક્ષ તેમાં કઈ રીતે મુકાબલો કરશે તે પ્રશ્ર્ન છે.
ગઈકાલના પરિણામો દૃેશની રાજનીતિમાં એક મોટા બદૃલાવના સંકેત આપે છે. વિપક્ષના બે મજબૂત ચહેરા પ.બંગાળમાં મમતા બેનરજી તામિલનાડુમાં એમ.કે. સ્ટાલીનનો ખુદૃનો પરાજય એ વિપક્ષના ગઠબંધનને હચમચાવી ગયો છે અને ઈન્ડીયા ગઠબંધનને એક મોટો આંચકો છે.
હવે આગામી વર્ષે ઉતરપ્રદૃેશ, પંજાબ, ગુજરાત સહિતના રાજયોની ચુંટણી યોજાશે. ઉતરપ્રદૃેશમાં અખિલેશ યાદૃવ અને પંજાબમાં અરિંવદૃ કેજરીવાલ આ બે વિપક્ષી નેતા બચ્યા છે. તેઓને પણ હવે પરાજીત કરવા માટે ભાજપ અત્યારથી જ વ્યુહ ગોઠવશે.
કેરળમાં ભલે કોંગ્રેસના વિજયને રાહુલ ગાંધી માટે એક આશ્ર્વાસન હોય પણ તેનાથી કોંગ્રેસ હિન્દૃી બેલ્ટમાં કોઈપણ રીતે મજબૂત થતી નથી કે ગુજરાતમાં તેને કોઈ ફાયદૃા થશે નહી. પ.બંગાળની જેમ ઉતરપ્રદૃેશમાં પણ મતદૃાર યાદૃી પુન: નિરિક્ષણમાં ૭૧ લાખ મતો કપાયા છે અને વિપક્ષોને એક રાખી શકે તેવું કોઈ નેતૃત્વ કે ફેકટર દૃેખાતા નથી.
મમતા અને સ્ટાલીન તેના રાજયોમાં લોકપ્રિય નેતા ગણાતા હતા પણ બન્ને પરાજીત થયા. લોકોની નારાજગીને તેઓ પારખી શકયા નહી. ભાજપને હવે વિપક્ષના મજબૂત શાસન રાજયોમાં કઈ રીતે ગાબડા પાડયા તે સારી રીતે સમજાઈ ગયુ છે. ભાજપની નજર તામિલનાડુમાં પણ છે જયાં અભિનેતા વિજયના ટીવીકેને પુર્ણ બહુમતી મળી નથી. આ રાજયો કેવા સમીકરણ બને છે.
વિપક્ષ તેના શ્રેષ્ઠ સમય ૨૦૨૪માં ભાજપને ૨૪૦ બેઠકો સુધી સીમીત રાખવામાં સફળ રહૃાો પણ તે સિદ્ધિને પછી વિપક્ષી એકતાને મજબૂત કરવામાં કરી શકયો નથી. કોંગ્રેસ એક બાદૃ એક રાજય હારે છે તે વચ્ચે કેરળમાં જીત તેને કોઈ વિપક્ષો પર પણ સરસાઈ અપાવી શકશે નહી તે નિશ્ર્ચિત છે.