Jai Hind

મુંબઇ એરપોર્ટના બે રનવે બંધ રહેવાના પગલે…. આજે સાંજની મુંબઇ-રાજકોટ-મુંબઇની બે ફલાઇટ કેન્સલ

મુંબઇમાં પ્રિ-મોન્સુન કામગીરીના અનુસંધાને અનેક ફલાઇટસ નજીકના એરપોર્ટમાં ડાયવર્ટ થશે

કાલે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બે રનવેનાં મેનટેનન્સ માટે છ કલાક નોટમ જાહેર કરાતા સાંજની મુંબઇ-રાજકોટ-મુંબઇ બે ફલાઇટ કેન્સલ રહેશે. કાલે સાંજની એર ઇન્ડિયાની છ કલાક રાજકોટ-મુંબઇ અને ઇન્ડિગોની રાજકોટ મુંબઈ ફલાઇટ કેન્સલ કરવામાં આવી છે જહે એરપોર્ટ ઓચોરીટીએ આગોતરી જાણ કરતા એર લાઇનસ કંપનીઓએ પણ અગાઉથી આ ફલાઇટો કેન્સલ કરવા પુરતો સમય મળ્યો છે. જે કારણે મુસાફરોને કોઇ અગવડતા કે હેરાનગતિ થશે નહી.