મુંબઈમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર લાવી દૃેતી એક ઘટના સામે આવી છે. શહેરની જાણીતી તાજ હોટલ અને ટ્રાઈડેન્ટ હોટલને આતંકી હુમલાની ધમકી મળતાં પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. અજાણ્યા કોલર દ્વારા આ બંને હોટલોમાં બોમ્બ હુમલો થવાની ચેતવણી આપવામાં આવી. ધમકીભર્યો કોલ મળતા જ મુંબઈ પોલીસે બંને હોટલોમાં સુરક્ષા કડક કરી દૃીધી છે. હોટલના દૃરેક ખૂણાની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા દૃળો તૈનાત કરવામાં આવ્યા છે. સાથોસાથ દૃક્ષિણ મુંબઈ અને દૃરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોિંલગ પણ વધારી દૃેવામાં આવ્યું છે.પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદૃદૃથી કોલરનું લોકેશન ટ્રેસ કર્યું અને મુંબઈના સાયન વિસ્તારમાંથી એક શંકાસ્પદૃ વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે કે આ ધમકીભર્યો કોલ કેમ કર્યો અને તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે નહીં. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.