Jai Hind

TMCના કબજામાંથી પાર્ક મુક્ત કરાવ્યો બંગાળમાં બનશે અમિત શાહનુ મંદિૃર, મહાનાયક માની પૂજા થશે

પશ્ર્ચિમ બંગાળના રાજકારણમાં કબજો અને રાજકીય ઘમાસાણ કોઈ નવી વાત નથી, પણ હાવડાથી આવેલા તાજેતરના સમાચારે આખા રાજ્યમાં હલચલ મચાવી દૃીધી છે. મંગળવારે મધ્ય હાવડા વિધાનસભા વિસ્તારના રામજી હાજરા લેન વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાએ એક મોટા અભિયાન અંતર્ગત એક પાર્ક પર પોતાનો કબજો કરી લીધો. ભાજપનો આરોપ છે કે આ પાર્ક વર્ષોથી ટીએમસીના સ્થાનિક નેતાઓના કબજામાં હતો અને સામાન્ય જનતાનું અહીં આવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હતો. આ પાર્કને ખાલી કરાવ્યા બાદૃ ભાજપે ખાલી રાજનીતિ સુધી મર્યાદિૃત ન રાખતા, તેને એક આધ્યાત્મિક વળાંક આપતા અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મંદિૃર બનાવવાની ઘોષણા કરી દૃીધી. ભાજપના નેતાઓનું કહેવું છે કે અમિત શાહે બંગાળને અરાજકતામાંથી મુક્તિ અપાવવા માટે જે સંઘર્ષ કર્યો છે, તેના માટે તેમને અહીં એક મહાનાયક તરીકે પૂજવામાં આવશે. આ ઘટના બાદૃ હાવડામાં તણાવનો માહોલ છે.